Wednesday 29 January 2014

झिंदगी एक सफर है सुहाना...

સફર કરવી પણ ‘સફર’ ન થવું…!


મિત્રો, મેં એક વાત ખાસ નોંધ લીધી છે કે આખા વર્ષ દરમિયાન લોકો આ રજામાં રોમાંચકારી સ્થળ પર જવાનાં સપનાં જુએ છે. તૈયારીઓ કરે છે અને પ્રોગ્રામ ઘડતા રહે છે. પણ ખરેખર આવી કોઇ જગ્યાએ પહોંચી ગયા પછી તેઓ એટલા રોમાંચિત થાય છે ખરાં?

       તાજેતરમાં એક સર્વેથી એવું તારણ બહાર આવ્યું છે કે રજા પહેલાનો અને પછીનો હેપ્પીનેસ ઇન્ડેક્ષ કંઇક જુદો જ હોય છે. હેપ્પીનેસ ઇન્ડેક્ષ એટલે સફર પહેલાં અને પછી થયેલી ખુશી કે મોજ. મનોવિજ્ઞાનિઓએ એવું તારણ કાઢ્યું કે સફરની યોજના બનાવવી, એ વિશે સપના જોવાં, દોસ્તો સાથે વાત કરવી એ વાસ્તવિક પ્રવાસ કરતાં વધુ સુખદ હોય છે. લોકો કલ્પનામાં વધુ ખુશી અનુભવે છે! યાત્રાની મુસીબતો, સફરનો થાક, ઘરની સુખ સુવિધાનો અભાવ, સફરમાં બગડતી તબીયત અને આપસમાં થતાં ઝઘડા વગેરેને લીધે એમનાં ફરવાનાં ઉત્સાહમાં કમી આવી જાય છે. એવું જાણવા મળ્યું છે કે એમણે જેટલું ધાર્યુ હતું એનાથી ઘણો ઓછો આનંદ એમને વાસ્તવમાં મળ્યો હતો.

       એક બીજો સર્વે હતો રજા પછીની મનોદશાનો, કે ૯૫% લોકોએ પાછા ફર્યા બાદ ઉદાસી અને હતાશાનો અનુભવ કર્યો હતો! કોઇપણ સફરની હંમેશા બે બાજુ હોય છે. શરિરીક અને માનસિક. લોકો હંમેશા તંદુરસ્તીની ફિકર કરે છે, પણ મન દુરસ્તી વિશે ક્યારેય વિચાર્યું છે? તેની માટે કે તેને સોલિડ કરવા માટે ક્યારેય કંઇ ઉપાય કર્યો? સવાલ છે…  શું તમારું મન આનંદ મેળવવાની કળા જાણે છે? દરેક ક્ષણમાંથી સુખને મજાને, ઉત્સાહને નિતારી લેવાની કળા મનદુરસ્તી માટે અતિ અતિ ને ફરીવાર અતિ જરૂરી છે. તમને ભવિષ્યમાં જેવવાની કે કલ્પનામાં રાચવાની આદત હશે. તો સુખી થવાની કળાથી લખી લો બાપુ! વંચિત રહી જશો. કારણ કે, સુખ ‘આજ’ અને ‘અહીં’ રહેલું હોય છે. ‘કાલ’ માં અને ‘ત્યાં’ નહીં.

      
         એક સરળ ઉદાહરણ આપું. મારો એક મિત્ર છે. તે હાલની પરિસ્થિતિ પ્રમાણે સાધન સંપન્ન કહી શકાય એમ છે. ઠીક ઠીક પ્રમાણમાં આવક અને ખુબ શાંત અને સરળ જિંદગી. તે તેની આવકનો ખુબ મોટો હિસ્સો એની આવનારી જીંદગી માટે રોકાણ કરી દે છે. કારણ ખુબ સ્પષ્ટ કે અત્યારે કમાઇ શકું છું એટલે બચવી શકીશ. ૨૦-૨૬ વર્ષ પછી કમાઇ નહીં શકું ત્યારે આ જ બચતને વાપરવાની રહેશે. એ સમયની જિંદગીને અત્યારની લાઇફસ્ટાઇલ પ્રમાણે જીવી શકું એ માટે હું આ કરું છું. ખોટી વાત નથી… પણ મેં ખાસ નોંધ્યું છે કે એ અત્યારે પણ ઘણી બાબતોને બાંધછોડનાં નામે જતી કરે છે કે જેમાં થોડો ખર્ચ થતો હોય. કારણ કે તો તે તેનાં આવનારા સમય જે ૨૦-૨૫ વર્ષ પછી આવશે એ માટે યોગ્ય બચત નહીં કરી શકે કે રોકી નહીં શકે. માટે ઘણાં સપનાંઓ મારીને પણ એ પોતાનો આવનારો સમય યોગ્ય વિતે એ માટે પ્રયાસ કરતો હોય છે.

       ડિટ્ટો આ જ વાત ગયા વર્ષે આવેલી ઝોયા અખ્તર નિર્દેશીત ફિલ્મ ‘ઝિંદગી  ના મીલેગી દોબારા’ માં પણ કહી છે. કે ૪૦ વર્ષે રીટાયર થવા માટે અત્યારે મશીનની જેમ કામ કરવું અને જીંદગીનો સોનેરી સમય વેડફી નાખવો શુમ યોગ્ય છે? અને દોસ્ત, કાલની કોને ખબર છે? શું મારો મિત્ર ૨૦-૨૫ વર્ષ સુધી હયાત રહેવાનો એની એને ખાત્રી છે? ના… નથી! તો પછી શા માટે તમારી આવતીકાલ ખુશનુમા વિતે એ માટે તમે તમારી આજને વેડફો છો? થોડું પોતાના માટે જીવવું ખોટું નથી, ફરી લો, દુનિયા જુઓ અને મજા કરો.

       તમારી આવતીકાલને સજાવો પણ આજ નાં ભોગે નહીં દોસ્ત… કાલ જો ન ઉઠી શક્યા તો મરતાં મરતાં પણ અફસોસ રહી જશે કે કાશ! આ કરવું હતું કે તે કરવું હતું પણ જીંદગી જ ન રહી.

       ફિલ્મનું ગીત છે… ‘કલ ક્યા હોગા કિસકો પતા, અભી ઝિંદગી કા લે લો મજા…!’

       કે, ‘આગે ભી ના જાને તુ, પીછે ભી ના જાને તુ, જો ભી હૈ બસ યહી ઇક પલ હૈ…!’

      કલ્પનામાં રાચવા કરતાં અને વિવિધ પ્રકારનાં ગભરાટમાં આવવા કરતાં અને પોતાનાં મનનું આવું નેગેટીવ પ્રોગ્રામિંગ કરવા કરતાં સફર પર નીકળે જવું સારું. તેમ છતાંય, આવા કલ્પનાશીલ લોકો માટે ઓશોએ અમુક સરળ ધ્યાન વિધિઓ બતાવી છે. એ કરી જુઓ. તમારી સફરની ગુણવત્તા બદલાઇ જશે.

       તમે કોઇ વાહનમાં બેસો છો તો ક્યારેક હડદોલા લાગવાથી તમારૂં શરીર દુઃખવા લાગે છે. ટ્રેન, કાર કે વિમાન કોઇપણ વાહન હોય – વાહનમાં બેસવાથી તમે થાકી જાઓ છો. વાહનમાંથી ઊતરો છો ત્યાં સુધીમાં શરીરનાં સાંધેસાંધા દુઃખવા લાગે છે. તમને લાગે છે કે એ સફરનો થાક છે, પણ જરા વિચારો. તમે કંઇ કર્યું તો છે નહીંતો પછી થાકોડો કેવો? જો થોડું ધ્યાનથી આત્મનિરિક્ષણ કરશો તો આ થાક છો તમારા વિરોધનો…! વાહનની એક ગતિ છે, એ ગતિ સાથે તમે વિરોધ કરી રહ્યા છો. તો તમે વગર કર્યે ઘણું કરી રહ્યા છો દોસ્ત! તમે એમ ઇચ્છો કે વાહન ઝડપથી ન ચાલે, હડદોલા ન લાગે, વાહન ડાબી-જમણી તરફ વળે ત્યારે તમે શરીરને અક્કડ રાખો છો તેની ઝડપ અને ગતિ સાથે વિરોધ કરો છો, ગતિમાન રહેતા નથી. ઉબડખાબડ રસ્તાને કારણે તમે જવાબદારોને મનોમન ભાંડતા હો તો પણ શું? કે આવા રસ્તાને કારણે શરીરને સહન કરવા પડતા હડદોલાને કારણે તમે ડ્રાઇવર પર ચિડાવ તો તેનું કોઇ કારણ નથી. ધીમે ધીમે આ પ્રકારનો દ્રષ્ટિકોણ તમારા પર પુરેપુરો છવાઇ જાય છે… બસ આનાથી થાક વધે છે કે લાગે છે.

       જ્યારે થાક લાગે ત્યારે અંદર જ નેગેટિવ શક્તિ ભેગી થાય છે. બેચેનીનું પુર આવ્યું હોય એવું આગે છે. આવા વખતે આ બોજને બહાર ફેંકવાનો ઉપાય જાણતા હો તો ચોક્કસપણે એમાંથી છુટકારો મેળવી શકો. વરસાદમાં કાદવ-કિચડ થાય તો એને પાવડાથી બહાર ફેંકીને આપણે આપણું આંગણું સાફ અને ચોખ્ખું કરી દઇએ છીએ, એમ થાકરૂપી કે બેચેનીરૂપી કાદવ-કિચડને બહાર ફેંકવા શ્વાસરૂપી ઝાડુનો ઉપયોગ કરો. શ્વાસ લેવાની જેમ શ્વાસ છોડવાની પ્રક્રિયા પર પણ ઘ્યાન કેંદ્રીત કરો. જોરથી શ્વાસને બહાર કાઢો. આવું સતત થોડીવાર માટે કરો. અંદર જમા થયેલો દુષિત વાયુ બહાર નીકળી જશે, સાથોસાથ નીકળશે ખરાબ વિચાર અને ત્યાર બાદ ખરાબ ભાવ. તમે પોતે જ તમારી જાતને હ્ળવી અનુભવી શકશો.

       એટલે સૌથી પહેલી વાત તો એ કરવાની કે, મનોમન ઉત્પન્ન થતાં વિરોધને ઓગાળી નાંખો. Just Go with the Flow…! ઉક્તિ માફક વિચારો કે તમારું શરીર વિરોધ કરવાનું છોડી દેશે અને જેવો તમારો માનસિક વિરોધ તૂટશે કે તમારી સખ્તાઇ ઓછી થશે એટલે તમને થાક ઓછો લાગશે અથવા તો બિલ્કુલ નહીં લાગે. વાહનની ગતિ સાથે તાદમ્યતા સાધો, શરીરને લચીલું રાખો કે જેથી વાહન ડાબી કે જમણી તરફ વળે તો સાથે તમારું શરીર અક્કડ ન રહેતાં સાથોસાથ વળે. ધીમેધીમે તમે વાહન સાથે તાલ મેળવતા જ્શો અને માનસિક રીતે પુરેપુરા શાંત રહીને સફરનો આનંદ પણ માણી શકશો.

       આ તમામ ક્રિયાઓ કરો એ દરમ્યાન એકદમ શાંત બેસી રહો. માત્ર અને માત્ર આત્મકેન્દ્રિત થઇને. શાંત બેસી રહેવાથી અને આત્મકેન્દ્રીત થવાથી તમારી ચોમેર વિખરાયેલી ઉર્જા એકઠી થશે અને ધીરેધીરે તે તમારી અંદર પ્રવેશીને તમારી નકારાત્મકતાને મીટાવી દેશે. હળવાફુલ થઇને સફરનો આનંદ ઉઠાવી શકશો. સુંદર સ્થળ અને સુંદર જગ્યા તમને વધુ સરસ દેખાવા લાગશે આપોઆપ.


       કારણ… તમારું હવે પ્રોગ્રામીંગ પોઝીટીવ થયું છે એટલે સ્તો…! દ્રષ્ટિ બદલી એટલે સૃષ્ટિ બદલી.

2 comments:

  1. GHANSHYAM N VYAS31 January 2014 at 15:22

    While money doesn’t grow on trees, it can grow when
    you save and invest wisely.
    Knowing how to secure your financial well-being is one
    of the most important things you’ll ever need in life

    ReplyDelete
  2. GHANSHYAM N VYAS31 January 2014 at 15:27

    One of the most fundamental quests of our lives has been how can we secure our lives from its very uncertainties. Each one of us wants to live a beautiful and joyful life but if you look around and find out, one fact comes out really strong and that is, one who is financially sound and secure is able to enjoy the sweet fruits of life and is able to live a wonderful life.

    Money gives you options to deal with life's emergencies, while lack of money can sometimes make your problems worse.

    Savings help to realize your Big Dreams
    Savings help to increase your Feel Good Factor
    Savings for Emergency Crisis
    Savings give you the Real Independence
    Savings for your Happy Retirement
    Savings for your Family Responsibilities and Personal Aspirations
    Savings for Improvements
    Savings as a Healthy Habit

    ReplyDelete