Love makes life live.
हर
एक शेह है मुहोब्बत के नूर से रोशन, ये रोशनी जो ना हो झिन्दगी अधूरी है...
राह-ए-वफा
में कोइ हमसफर झरूरी है ।
પ્રેમ
જીવનને જીવંત બનાવે છે. મિત્રો, ઉપરનું સ્લોગન ફિલ્મ આશીકીનું છે. પ્રેમ, લવ, ઇશ્ક,
મહોબ્બત, પ્યાર આ બધા પ્રેમનાં પર્યાય છે. પણ એકવાત સર્વોપરી છે કે પ્રેમ થયા પછી દુનિયા
અને આપણું જીવન, જીવવા જેવું લાગવા માંડે છે એ તો નક્કી.
સુભાષ
ઘઇ નિર્મિત અને નિર્દેશિત ફિલ્મ તાલ માં પણ આવું જ કંઇક કહેવામાં આવ્યું છે. Don’t
fall in Love, Rise in Love. મતલબ પ્રેમમાં પડો નહીં, ઉપર ઉઠો.
એક
નાનકડી કવિતા... પ્રેમ કોને કહેવાય?
તારા
પ્રત્યેની લાગણીને, કે
આપણી
આ એકબીજા તરફની દ્રષ્ટિને, કે
હંમેશા
તારા સાથે રહેવાની ઇચ્છાને, કે
તારી
દરેક બાબતને અપનાવવાની તમન્નાને, કે
તારામાં
ખોવાઇ જવાનાં ઓરતા ને, કે
ઝિંદગી
તને સોંપવાની ઇચ્છાને, કે
તારા
અગણિત ગુનાઓને માફ કરવાની ઉદારતાને, કે
તારા
સ્મરણોથી મળતાં સુખને, કે
પછી,
મારે પણ તારી જેમ જ કહેવાનું, કે
બસ!
પ્રેમ ને પ્રેમ જ કહેવાય...!
हमने
देखी है उन आंखो की महेकती खुशबु, हाथ से छु के इसे रिश्तो का इल्झाम ना दो,
एक
अहेसास है ईसे रुह से महेसूस करो, प्यार को प्यार ही रहेने दो कोई नाम ना दो...
વાત
જાણે એમ છે કે હમણાં થોડા દિવસો પહેલાં આશિકી ૨ જોયું. ખુબ ગમ્યું. ખાસ તો ફિલ્મની
સ્ટોરી અને સ્ટોરી પાછળ કહેવામાં આવેલી હ્રદયસ્પર્શી આ વાત કે, પ્રેમ છે તો બધું છે
એ વાત એટલી જ સાચી જેટલી સાચી છે કે તમારો પ્રેમ તમારા પ્રેમી માટે એક સાંકળ કે બંધન
ન બની જવો જોઇએ. જ્યારે પ્રેમ હક્કની ચાલ ચાલે, ત્યારે એ પ્રેમ મટીને માલીકીભાવ ધારણ
કરે છે. પ્રેમ તો છોડીને પોતાના બનાવવાની કલાનું નામ છે. તમારા પ્રિયજનને જેટલી મોકળાશ
આપશો તમારો પ્રેમ એટલો જ નીખરશે. પણ મોકળાશમાં પણ એ ધ્યાન રાખવું ઘટે કે તમારો પ્રેમી
કે પ્રિયજન એ મોકળાશને માણે, નહીં કે તમારાથી દૂર થઇ જાય.
પ્રેમ,
તમારામાં જેમ એક મીઠી લાગણી જગાડે એમ તમારામાં જુનુન પણ જગાડવા પાછળ એ પ્રેમ નામનું
તત્વ જ જવાબદાર છે. પ્રેમ જેમ તમને મહાન બનાવી શકે. એમ એક અધોગતીની ગર્તામાં ધકેલવાની
શક્તિ પણ પ્રેમમાં જ છે. માટે તમો નોંધ લેજો મિત્રો કે જેટલા લોકો આપઘાત કરે છે કે
ખુન કરે છે તેની પાછળ કંઇક અંશે આ જ તત્વ, આ જ લાગણી જવાબદાર હોય છે.
પ્રેમમાં
જ્યારે માલિકીભાવ આવે અથવા સામે વાળા પર ઉપકાર કર્યો છે એ ભાવ આવે એટલે પ્રેમ ત્યાં
જ નાશ પામે છે. કવિ હરીન્દ્ર દવે કહે છે એમ, “ક્યારેય કોઇનો પ્રેમ ઓછો હતો નથી, આપણી
જ અપેક્ષાઓ વધુ હોય છે.”
પ્રેમમાં
પામવાની અપેક્ષા કરવી એટલે આપણાં પોતાનાં જ હાથે તે પ્રેમને નાશ કરવો. અપેક્ષા નામનું
આ ઝેર જ્યારે પણ કોઇ સંબંધમાં ભળે એટલે એ સંબંધ give and take નો બની જાય. દોસ્તો,
આ પ્રેમ નથી. This is not love, a true love. અપેક્ષાઓ જ્યારે પ્રેમને અભડાવે એટલે
પ્રેમી કે તમારૂં પ્રિયજન એ અપેક્ષાઓ પુરી કરવામાં જ પુરૂં થઇ જતું હોય છે. એ પાછળ
પણ એ જ કારણ હોય છે કે તમારૂં પ્રિયજન માત્ર તમારી ખુશી ઇચ્છે છે. તકલીફ એ હોય છે કે
તમારૂં પ્રિયજન તમારી તમામ અપેક્ષાઓ પુરૂ કરે જ છે, એ પણ પુરી ઇમાનદારીથી. પણ ક્યારેક
એ પોતાની અનુકૂળતાએ, અથવા એની પરિસ્થિતિ પ્રમાણે તમારી અપેક્ષાઓ સંતોષે, પુરી કરે અને
સામે પક્ષે એ અપેક્ષા હોય કે જેમ અને જ્યારે હું કહું ત્યારે એ પ્રમાણે જ એ અપેક્ષાઓ
પુરી થાય. પછી ગુસ્સો, પારાવાર ખીજ અને બળબળતા શબ્દોનાં ચાબખા શબ્દિકરૂપે ઝિંકાવાનાં
શરૂ થઇ જાય. આ બધું જ જવાબદાર હોય જ્યારે પ્રેમ, પ્રેમ મટીને એક જવાબદારીનું રૂપ લે
છે. આ ફિલ્મમાં પણ એ જ કહેવામાં આવ્યું છે કે “अक्सर चिराग वही बुजाते है, जो उसे पहेले रोशन
करते है”
જે
વ્યક્તિ કે પ્રિયજનને આગળ લાવવામાં, સમાજમાં એક ઉચ્ચસ્થાને બેસાડવામાં તમારો પ્રેમ
જ જવાબદાર હોય તેમ ઘણાં કિસ્સાઓમાં પણ આ જ પ્રિયજનને નિષ્ફળતાનાં ઘોર અંધકારમાં ધકેલવામાં
પણ આ જ પ્રેમ જવાબદાર હોય છે.
“જે
પોષતુ એ જ મારતું, ક્રમ દિસે છે કુદરતનો”. પ્રેમ જેમ પોષે છે તેમ મારે પણ છે ‘જ’. (‘જ’
પર ભાર એટલા માટે આપું છું.) પ્રેમ અમૃત છે એમ ઝેર પણ છે. નક્કી આપણે કરવાનું છે કે
આ અખતરો કરવો કે નહીં.
જો
કે ૧૦ માં નાં ૯ જણાં આ સમજ્યા વિના કે સાચું કહું તો આની પરવા કર્યા વિના આમાં કુદી
પડે છે. કારણકે દોસ્તો, એક વાત સમજી લો કે આ લાગણીનો સંબંધ છે એટલે કે Below to
neck નો વહીવટ છે. આમાં above the neck ને કોઇ લેવાદેવા નથી. ડોક(neck) નીચે ભગવાને
હ્રદય આપ્યું છે અને ડોક ઉપર મગજ. માટે જે લોકો આ સંબંધ મગજથી બાંધે છે કે આ બંધનમાં
જ્યારે મગજનો ઉપયોગ કરે એ લોકો ક્યારેય આમાં સફળ ન થઇ શકે. (લખી લ્યો. ક્યારેય નહીં,
ક્યારેય પણ નહીં.) કારણ કે બુધ્ધિને અને લાગણીને ક્યારેય બન્યું નથી, અને સાલું આ attachment,
bonding, relation જે કહો એ બધું below neck જ થઇ શકે. કબિરનાં દોહામાં કહ્યું છે એમ,
“यह
तो प्रेम का घर है, खाला का घर नाहीं,
शिश
काट भूंई धरे फिर पैठे मांहीं…”
ખાંડાની
ધાર છે ને ઉઘાડા પગે ચાલવાનું છે દોસ્ત. મન, શરીર અને આત્મા લોહીલુહાણ કરવાની તૈયારી
હોય તો જ, અને આ બધું સહન કરવાનું જીગર હોય તો જ આ કરવા જેવું.
એવું
નથી, દોસ્તો, કે આ સંબંધમાં ફનાફાતિયાં જ છે.
होशवालों
को खबर क्या, बेखूदि क्या चिझ है?
ईश्क
कि जे फिर समजिए, झिन्दगी क्या चिज है...
મારી
દ્રષ્ટિએ તો એ લોકો ઇશ્વરનાં ખાસમખાસ અથવા તો નવરત્નો કહેવાય કે જેને પ્રેમ કરે એમની
સાથે જ બાકીની ઝિંદગી પસાર કરવાનો મોકો મળે. દોસ્તો, મારી અંતરની શુભેચ્છા એવા બંને
લોકોની સાથે પ્રેમીપાત્રો સાથે હંમેશા રહેશે. જે લોકો આ લેખ વાંચે તેમને સૌને મારે
એક જ વાત કહેવાની છે, કે દોસ્ત, જીવનમાં એક એવું પાત્ર હંમેશા રાખજો કે જેમની સામે
તમે જેવા છો એવાં રહી શકો. તમારો પ્રેમ, તમારું જુનુન, તમારી ઇર્ષા, તમારા આંસુ, તમારી
ખુશી, તમારૂં દુઃખ, તમારી પરેશાની, તમારી ઉદાસિનતા, તમારો આવેશ, તમારું બધુ, બધું અને
બધું જ જેની સામે તમે બતાવી શકો, વહેંચી શકો એવું એક પાત્ર જરૂર રાખજો નહીંતર આ જીવવું
બહું જ ભારે થઇ પડશે, યાર!!!
અને
જો તમારા જીવનમાં આવી કોઇ વ્યક્તિ હોય તો પ્લીઝ, એને છોડશો નહીં. કંઇ પણ થાય પણ હંમેશા
તમારી સાથે રાખજો. આવી વ્યક્તિ કોઇપણ હોઇ શકે. પત્ની, દોસ્ત, ભાઇ, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ.
પણ ઘણાં કિસ્સાઓમાં પ્રિયજન જ હોય છે. પ્રિયજન એ છે જે તમારી સફળતામાં તમારા કરતાં
વધુ ખુશ થાય, અને તમારી નિષ્ફળતામાં તમારા કરતાં વધુ દુઃખી. તમારી સફળતાથી જેના સાતે
કોઠે દિવા થાય એ તમારૂં પ્રિય પાત્ર છે.
થોડા
સાહીત્યિક શબ્દોમાં કહું તો, ‘આત્મિયતામાં જ્યારે અંશતઃ ભાવુકતા જ્યારે પેદા થાય ત્યારે
“પ્રિયતમા” કે “પ્રિયતમ” શબ્દ અસ્તિત્વમાં આવે છે, અને જ્યારે જીવ એક બની વિચારો સાથે
સંપૂર્ણતઃ અને આત્મતઃ જ્યારે નિર્ણાયક બને ત્યારે તે પત્નિનું સ્વરૂપ ધારણ કરે છે.”
સીધી
સાદી અને પાણી વગર ગળે ઉતરી જાય એવી ભાષામાં કહું તો, “જીવન બક્ષે એ પ્રિયતમા અને જીવનને
કંડારે અને કૃતિની માફક સજાગ અને જીવંત બનાવે તે પત્નિ.”
જીવનમાં
તમારી જીવનસંગિની તમારી પ્રેમિકા જે પછી તમારી પત્નિ પણ બને તો દોસ્ત, એમ સમજવું કે
તમે ઇશ્વરની, ભગવાનની, અલ્લાહની, વાહે ગુરૂની કે જીસસ ક્રાઇસ્ટની goodbook માં છો.
કારણ કે ૧૦ માંથી ૮ કિસ્સામાં એવું જ બને છે પત્નિ અને પ્રેમિકા બંને જુદા જુદા જ હોય
છે. માનો કે ન માનો ઠાકુર આ હકીકત છે.
તિખારોઃ
શાયર ‘મરિઝ’ નો શેર...
ડંખે
છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના,
રહી
જાય છે જે વાત, આ સમય પર કહ્યા વિના...
होशवालों को खबर क्या, बेखूदि क्या चिझ है?
ReplyDeleteईश्क कि जे फिर समजिए, झिन्दगी क्या चिज है...
ભૈ વાહ.
આભાર ઉપાધ્યાય સાહેબ.
DeleteNice Article as always.
ReplyDeleteThank you dear Joshi.
Delete