Sunday 21 April 2013

હેતુ, લક્ષ્ય કે AIM


સામાન્ય રીતે એમ જ માનવામાં આવે છે કે માનવી શ્વાસ લે છે, ખાય છે, પીએ છે, રોજ રાતે ઊંઘી જાય છે, અને સવારે જાગે છે, એ જ જીવન છે. જો આ જીવન ના હોય તો બીજુ શું છે?
        અહીં આજ આ માન્યતામાં જ માનવી થાપ ખાઇ જાય છે. આ જીવન કંઇ જીવન ના કહેવાય. જીવનમાં કોઇક હેતુ તો હોવો જ જોઇએ. લક્ષ્ય હોવું જ જોઇએ. લક્ષ્ય વિનાનું જીવન સાચા અર્થમાં જીવન કહેવાને લાયક નથી. હા, દરેક માણસે માણસે તેનાં લક્ષ્ય તેનાં હેતુ જુદા જુદા હોઇ શકે તે એકદમ સ્વાભાવિક બાબત છે અને માની પણ શકાય. જેમ કે કોઇ કોઇનું લક્ષ્ય કેવળ પૈસો કમાવવો હોય છે, તો કોઇ કોઇનાં જીવનનું લક્ષ્ય કિર્તી, યશ, નામ  કમાઇને પ્રસિધ્ધ થવાનું હોય છે, તો કોઇનું લક્ષ્ય ઉચ્ચ પદ હાંસલ કરવાનું હોય છે. ભણી ગણીને સારામાં સારી નોકરી મેળવવાનું પણ હોય છે.
        કોઇ વ્યક્તિ એન્જિનીયર બની શકે, વૈજ્ઞાનિક બની શકે, ડોક્ટર કે વકીલ બની શકે. પણ કોઇપણ વ્યક્તિ એક જ ક્ષેત્રમાં સફળ થઇ શકે. તેની હાથોટી (Expertise, Capability, Proficiency) કોઇ એક ક્ષેત્રમાં જ હોઇ શકે. કોઇ વ્યક્તિ વૈજ્ઞાનિક બને ને સાથોસાથ ડોક્ટર કે વકીલ પણ બનવાની કોશીશ કરે તો તે ક્યાંયનો ન રહે. બાવાનાં બેય બગડે એવો ઘાટ થાય. દરેક માણસ પાસે પસંદગીનું કામ કે ક્ષેત્ર પસંદ કરવાનાં અત્યારે અઢળક વિકલ્પો મોજુદ છે. તેમાંથી જે તે વ્યક્તિએ પોતાની આવડત કે જ્ઞાન મુજબ પોતાની પસંદગીનું ક્ષેત્ર પસંદ કરવાનું હોય. જો આ પસંદગીમાં થાપ ખાઇ જાય તો જીવનભર અફસોસ કર્યા સિવાય તેની પાસે અવકાશ ન રહે. હાં, આપણાં સમાજનાં ડાહ્યા માણસો એમ પણ કહે છે કે કાં તો ગમતું  કામ કરો અથવા કામને ગમતુ કરો. આ શક્ય છે પણ દરેક વાતમાં નહીં. ભલે તમે ગમતું નામ ન કરતાં હો અને કામને ગમતું કરો પણ મનનાં એક ખૂણે દોસ્ત! એ અજંપો તો રહે ને રહે જ. માટે દરેક વ્યક્તિએ કોઇપણ ક્ષેત્ર પસંદ કરતાં પહેલાં પોતાનાં રસ-રૂચિ, સંજોગોને પણ ધ્યાને લઇને હેતુ નક્કી કરવો જોઇએ. એકવાર લક્ષ્ય કે હેતુ નક્કી થઇ જાય પછી એ હેતુને હાંસલ કરવા, સિધ્ધ કરવા માટે મંડી પડો. તમે તમારા એ લક્ષ્યને પામશો જ તમારો હેતુ સિધ્ધ થશે જ એમાં કોઇ શંકાને સ્થાન જ નથી. પણ તમે લક્ષ્ય હાંસલ કરવા અંગે તમારા મનમાં શંકા સેવશો તો તમે નિષ્ફળ જાશો. આ લખનારે વર્ષો પહેલાં એક કેસેટ સાંભળેલી. જેનું ટાઇટલ હતું “The Power of Spoken Word” બોલો એમ થાય, અને આજ વિચારને મળતો સીન વિધુ વિનોદ ચોપરાની ૨૦૦૮માં આવેલી એ વર્ષની સુપર ડુપર હીટ ફિલ્મ “૩ ઇડિયટ્સ” માં પણ હતો જો યાદ હોય તો “All is Well”. જેનો એક સરળ વિચાર કે ફિલોસોફી કહી શકાય કે જે બોલો એ થાય. કહેવાનો મતલબ એટલો જ દોસ્તો! કે આપણું મગજ કે મન એ પ્રમાણે જ ચાલે છે જે આપણાં મનમાં હોય. કહે છે ને ચહેરો મનનાં દર્પણનું કામ કરે છે. 
         મતલબ તમે ખિન્ન મને હંસતા હો તો સામે વાળાને અંદાજ તો આવી જ જાય. કહેવાનું ફક્ત એટલું કે તમે જે બોલો એ થાય. વિજ્ઞાનમાં પણ કહેવાયું છે અને દુનિયાનાં શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક સિગમંડ ફ્રાઇડનું કહેવાનું છે કે આપણું મન કે આપણું સબ કોન્શિયસ માઇન્ડ ગમે તે વાત કે ગમે તે ઘટનાને ૨૧ દિવસમાં સ્વિકારતું થઇ જાય છે. મતલબ કે ગમે તે વાત કે ગમે તે વસ્તુ આપણે જો સતત ૨૧ દિવસ એકધારી કરતાં રહીયે તો આપણાં મગજને તેની આદત પડી જાય છે. પછી ૨૨માં દિવસે આપણું મગજ જ આપણને એ સિગ્નલ આપે છે કે આજે કંઇક બાકી રહી ગયું છે કે રોજ થતું. એટલે કે જો તમે તમારી જાતને જીત માટે તૈયાર કરવી હોય તો તમારા મનને પહેલા તૈયાર કરો કે હા! હું જીતીને જ રહીશ. હું મારા ધ્યેય કે હેતુ ને સિધ્ધ કરી ને જ જંપીશ તેવું વિચાર્યા કરજો, અને એ સિધ્ધ કરવાં એ પામવા સતત પ્રતિબધ્ધ રહેજો. એ એક હકીકત છે કે જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય કે જે ધ્યેય સિધ્ધ કરવું હોય કે હેતુ પુરો કરવો હોય નિશાન વિંધવુ હોય ત્યારે સતત તેનાં જ વિચારો કરવા જોઇએ.
        ખેતરમાં બી વાવ્યા પછી જો તેને પાણી આપવામાં ન આવે કે તેની યોગ્ય માવજત કરવામાં ન આવે તો તે યોગ્ય ફળ આપતું નથી. તેમ માત્ર મનમાં લક્ષ્ય રાખવામાં આવે પણ તેને પરિપૂર્ણ કરવા માટે યોગ્ય પરિશ્રમ કરવામાં ન આવે તો લક્ષ્ય હાંસલ થઇ શકતું નથી.
        એક નાનકડી વાર્તાઃ  એક કંપનીમાં નોકરીની જગ્યા ખાલી હતી તે માટે એક યોગ્ય ઉમેદવારની જરૂર હતી. પસંદગીનો અવકાશ રહે એના માટે તે કંપનીનાં મેનેજરે અખબારમાં નોકરી માટે યોગ્ય ઉમેદવાર શોધવા માટેની જાહેરાત આપી. જવાબમાં ખુબ બધી અરજીઓ આવી. એમાંથી મેનેજરે યોગ્ય ઉમેદવારી ધરાવતી પચ્ચીસ અરજીઓ પસંદ કરી. ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા. તમામ ઉમેદવારો નિયત તારીખે, સમયે અને સ્થળે હાજર થઇ ગયા. મેનેજરે તમામને એક દડો આપ્યો અને કહ્યું કે સામેનાં નિશાન પર દસ વખત તમારે દડો ફેંકવાનોં છે અને નિશાન પાર પાડવાનું છે. જે વધુમાં વધુ વખત કામયાબ રહેશે, તે ઉમેદવારને નોકરી આપવામાં આવશે. બધાં જ ઉમેદવારો નિષ્ફળ રહ્યા, ત્યારે મેનેજરે આશ્વાસન આપતાં કહ્યું કે “વાંધો નહીં, સૌ કાલે પુનઃ આવો સંભવ છે કે તમારામાંથી કોઇ સફલ થાય.”
        દોસ્તો! બીજા દિવસે એક જ યુવાન ઉમેદવાર આવ્યો અને આવતાં વેંત જ તેણે મેનેજરને કહ્યું કે “હું તમે કહેલા નિશાન પર દડો ફેંકવા તૈયાર છું.” અને શું થયું જાણો છો દોસ્તો, એ યુવાને દસે દસ વાર એ નિશાન પર સફલતાપુર્વક દડો ફેંક્યો અને કામયાબ રહ્યો. આ જોઇને મેનેજરનો આશ્ચર્યનો પાર ન રહ્યો, કે આમ બને જ શી રીતે? કે આ યુવકથી ગઇકાલે એક વખત પણ દડો યોગ્ય રીતે નિશાન પર નહોતો પડ્યો અને આજે દસે દસ વાર? તેણે આશ્ચર્યથી યુવકને આનું રહસ્ય, કારણ પુછ્યું. ત્યારે તે યુવકે કહ્યું કે “સાહેબ! મારે આ નોકરીની ખુબ જરૂરીયાત છે અને જ્યારે ગઇકાલે હું તમારી કસોટીમાં નિષ્ફળ ગયેલો ત્યારે ખુબ નિરાશ થયેલો પણ જ્યારે તમે બીજી વખત તક આપી ત્યારે મેં ગઇકાલે આખી રાત આ નિશાન વિંધવાની પરિક્ષાની તૈયારી કરી અને હું સફળ થયો. જુઓ પરિણામ તમારી સામે છે.”
        નોકરી માટે આવેલાં એ પચ્ચીસેય ઉમેદવારોમાંથી બધાને એ નોકરીની એટલી તાતી જરૂરીયાત ન પણ હોય, અથવા તો કેટલાક તો શોખ ખાતર નોકરી કરવાં માંગતા હોય કે ઇન્ટરવ્યુ તો આપીયે લાગ્યું તો તીર નહીંતર… પણ પેલા યુવક માટે આ જરૂરીયાતનો પ્રશ્ન હતો તેનાં survaival નો પ્રશ્ન હોય તેણે તેનું ધાર્યું નિશાન પાર પાડ્યું અને નોકરી મળી ગઇ.
        જે વસ્તુની કે પરિણામની તમને તાતી જરૂરીયાત હોય કે એના વિના ચાલી જ ન શકે તેમ હોય તો એ વસ્તુ કે પરિણામ મેળવવા તમે તમારા તરફથી બધું જ કરી છુટશો અને તે મેળવીને જ જંપશો.
        કેટલીક વ્યક્તિઓ કોઇપણ હેતુ વગરનું જીવન વ્યતિત કરતાં હોય છે. કોઇપણ ધ્યેય વિના જ જીવનનું રગશિયું ગાડું ખેંચ્યા કરવું તેનો શો અર્થ? જો હેતુ જ ન હોય તો માણસમાં અને જનાવરમાં ફેર શું?
        દોસ્તો! એક વાત હંમેશા યાદ રાખજો કે, જે વધે છે એ ઉંમર છે, જે ઘટે છે તે તંદુરસ્તી છે…

4 comments:

  1. વાહ મસ્ત લેખ ઼

    ReplyDelete
  2. For becoming a successful man, one should have a certain aim in one's life. A man without aim is like a rudderless ship in a stormy sea. The aim of an individual should be noble and good to shape his career in the later part of life.

    ReplyDelete
  3. Ghanshyam Vyas13 July 2013 at 15:34

    You are capable of more than you know. Choose a goal that seems right for you and strive to be the best, however hard the path. Aim high. Behave honorably. Prepare to be alone at times, and to endure failure. Persist! The world needs all you can give.

    ReplyDelete