Thursday 25 July 2013

“ દિકરી અને પિતાનાં સંબંધનું સૌંદર્ય”

મારો ખાસ મિત્ર દેવદત્ત અને તેની બંને લક્ષ્મી, (માલવી અને યશ્વિ)


        વિશ્વમાં અનેક ચમત્કારો થયાં છે, અને હજુ પણ થતા રહેશે. પણ પોતાનાં ઘરમાં બાળકનો જન્મ એ કદાચ મોટામાં મોટો ચમત્કાર ગણી શકાય. બાળક જન્મે તેની સાથે તેનાં માતા-પિતા પણ જન્મે છે. જગત પ્રત્યેનો જીવન પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ આપોઆપ બદલાય જાય છે. કંઇક અંશે જવાબદારીનું ભાન પણ વિશેષ પ્રગટે છે. આ જવાબદારીનો બોજો નથી એક અખંડ અનંત યાત્રા છે. લેબરરૂમની બહાર પિતા ઊભો હોય અને માતા પ્રસુતિની પીડા વેઠતી હોય, ત્યારે અચાનક બાળકનાં રડવાનો અવાજ સાંભળતાની સાથે માતા પોતાની તમામ પીડા ભૂલી જતી હોય છે અને બહાર ઊભેલા તે બાળકનાં પિતાનાં કાન આ અવાજ સાંભળીને ધન્ય થતા હોય છે, અને બાળકનું રૂદન તેનાં માતા-પિતાનાં હોંઠ પર સ્મિત થઇને છલકાઇ ઉઠે છે. પોતાનાં બાળકને હાથમાં કે ખોળામાં લેવાનો આનંદ જ કંઇક ઓર છે. જાણે કલ્પવૃક્ષ પરથી કોઇ અત્યંત મુલાયમ અને મુલ્યવાન ફૂલ ખોળામાં પડ્યું હોય તેવો અહેસાસ તેવી અનુભૂતિ તેવી લાગણી થાય છે. તેનાં હાથ-પગ, આંગળીઓ, આંખો આ બધું જ જોઇ લઇએ છીએ અને મનોમન ઇશ્વરનો આભાર માનીએ છીએ.

        બાળકમાં જો દિકરી હોય તો વાત જ કંઇક ઓર છે. કઠોર અને નઠોર બાપ પણ આપમેળે મુલાયમ થતો હોય છે. તેનાં સ્વભાવમાં આપોઆપ જ પરિવર્તન આવે છે. બાળક મોટું થતું જાય તેમ તેમ મા-બાપ પણ ઉછરતાં જતાં હોય છે. કોલેજમાં ભણતા હોઇએ કે નોકરી ધંધો કરતા હોઇએ તે સમયે સડક પર ભલે ગપ્પાં મારતાં મારતાં જતા હોઇને કંઇ નજરે ન ચડે અથવા તે દુકાન પર ધ્યાન ન દીધું હોય લક્ષ ન દીધું હોય પણ જેવાં પિતા બનીએ તેમ આ બધું નજરે ચડવા માંડે. રસ્તે ચલતા ચલતાં જેવું કોઇ ફરફરીયું કે રમકડું કે ચકડોળ જોઇએ તેવું તરત જ ખરીદી લઇએ. પોતાનાં બાળકનાં ઘોડીયા પર બાંધીએ કે તેને રમવા આપીએ. એક દ્રષ્ટિ આપોઆપ કેળવાવા માંડે અને પિતા કે માતા પોતાનાં દ્રષ્ટિકોણ બદલી પોતાનાં બાળકનાં દ્રષ્ટિકોણથી જ દુનિયા જોવા લાગે. તેમની માટે માત્ર અને માત્ર એક જ વ્યક્તિ કેન્દ્રમાં હોય તે હોય છે તેનું બાળક.

        દિકરી જન્મી હોય તો તેને ઢિંગલીની જેમ શણગારવાની મજા તો ભાઇ જેણે માણી હોય તેને ખબર હોય કે એમાં કેવો આનંદ આવે. કેવી મજા પડે. બાપ તેની ઢિંગલીને હસતાં જુએને ત્યારે સાહેબ તેને “શેર લોહી ચડી જાય”. દિકરીનો તેની મમ્મી કે માતા કે માં સાથે સંબંધ જન્મથી જ હોય છે પણ પપ્પા કે પિતા કે બાપ સાથેનો તેનો સંબંધ કંઇક વિશિષ્ટ જ હોય છે. એક પિતા અને એક પુત્રીનો સંબંધ નિરાળો હોય છે. દિકરી એના જીવનમાં જે પહેલો પુરૂષ જુએ છે તે તેનો પિતા જ હોય છે. આ પિતાનાં છાંયા – પડછાંયા તેની આખી ઝિંદગી સુધી લંબાતા હોય છે. એક વ્યક્તિ ગમે તેટલો મોટો માણસ હોય, નેતા હોય કે અભિનેતા હોય, ઉદ્યોગપતિ હોય કે પછી મેનેજર હોય પોતાની દિકરીની વાત આવે ત્યારે તે મીણ જેવો નરમ થઇ જતો હોય છે.

        એક પુત્રી માટે એક દિકરી માટે તેનો પિતા હંમેશા આદર્શમૂર્તિ હોય છે. પોતાનાં પિતા આગળ દરેક પુરૂષ ક્યારેક તેને વામણાં પણ લાગે. દરેક પિતાની દરેક બાપની તેની દિકરીને બોલાવાની રીત પણ પોતાની આગવી હોય છે. એ જ રીતે દરેક પુત્રી પણ પોતાના પિતાને આગવી રીતે બોલાવતી હોય. દરેક બાપ પોતાની દિકરીને એક આગવા નામે બોલાવતો હોય છે, અને દિકરી પણ પપ્પાનું એક આગવું નામ પાડતી હોય છે, જાણે સામસામા પેટન્ટ લીધા હોય. ઘરમાં દિકરી રમતી હોય પણ બારણાં ખુલવાનાં અવાજ પરથી ઓળખી જાય કે મારા પપ્પા આવ્યા. દિકરી માટે પિતા એ એક હુંફ છે, સલામતિ છે. એનાં મનમાં એ એક સજ્જ્ડ માન્યતા હોય છે કે મારા પિતા જ્યાં સુધી મારી સાથે છે ત્યાં સુધી કોઇ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે. પિતાનો ખોળો એ જ જાણે દિકરીનો વિસામો, દુનિયાની સૌથી સલામત અને સુરક્ષિત જ્ગ્યા. પિતાના હાથ તેની છત્રછાંયા. કોઇ દિકરી જ્યારે એનાં પિતાનો હાથ પકડી ને સુઇ જાય પછી ખુદ એ બાપ પણ એ હાથ છોડાવી ન શકે, એટલો સજ્જ્ડ રીતે હાથ પકડેલો હોય. તેનાં મનમાં એમ જ હોય અને વિશ્વાસ હોય કે કોઇની તાકાત નથી કે આ હાથ છોડાવી શકે. પિતા જ્યારે તેની દિકરીનું કપાળ વ્હાલથી ચૂમતો હોય તે તેનાં જીવનની એક પિતાનાં જીવનની ધન્યમાં ધન્ય ક્ષણ હોય છે.

        મેં કોઇ જગ્યાએ એક વાત વાંચેલી. કે એક દિવસ એક બાપ-દિકરી બહાર જતાં હોય છે અને અચાનક મુશળધાર વરસાદ પડવા માંડે છે. ખુબ વરસાદને કારણે ગામમાં પૂરની સ્થિતિ સર્જાય જાય છે. રસ્તાઓ તો જાણે નદી બની ગયા હોય એમ ધોધમાર પાણી રસ્તા પરથી પસાર થતું હોય છે. આવામાં એ પિતાને ચિંતા થાય છે કે ઘરે તારી મમ્મી આપણી રાહ જોતી હશે અને આ વરસાદને કારણે તેની ચિંતા બેવડાઇ ગઇ હશે. હવે શું કરવું. આ બંને બાપ-દિકરીને ઘરે પહોંચવા એક નદી ઓળંગવી પડે એમ હોય છે. હવે નદીનું પાણી અને ઉપરથી આ ધોધમાર વરસાદ. નદી કેમ ઓળંગવી. તો પિતા તેની દિકરીને કહે છે કે બેટા, તું મારો હાથ એકદમ જોરથી પકડી રાખજે. જેથી આ તેજ વહેણમાં ફેંકાઇ ન જા. ચાલ આપણે હિંમત કરીને નદી ઓળંગી જઇએ. ત્યારે એ દિકરી શું તેના પિતાને કહે છે દોસ્તો એ વાંચો આ જવાબ પરથી ખ્યાલ આવી જશે કે એક દિકરી માટે બાપ શું હોય છે. દિકરી કહે છે, “પપ્પા, હું નહીં તમે મારો હાથ પકડી રાખજો. કારણ કે ગમે એવું તેજ વહેણ હશે કે ગમે એવી પરિસ્થિતિ ઊભી થશે તો બની શકે કે ડરને કારણે હું તમારો હાથ છોડી દઉં, મને ભરોસો છે પુરો વિશ્વાસ છે કે જો તમે મારો હાથ પક્ડ્યો હશે તો તમે મારો હાથ નહીં છોડો. માટે પપ્પા તમે મારો હાથ પકડીને મને પેલે પાર પહોંચાડજો.”

        આવો વિશ્વાસ જગતની તમામ દિકરીઓને તેના પિતા પર હોય છે. એનાં માટે તેનો પિતાજ તેનો હિરો હોય છે, જાણે અજાણે તેનાં જીવનમાં આવનારા તમામ પુરૂષોને તે તેનાં પિતા સાથે એકવાર તો સરખાવે જ છે.  જેમ મા-દિકરાનાં સંબંધોનું સૌંદર્ય એક વિશિષ્ટ હોય છે તેમ બાપ-દિકરીનાં સંબંધનું સૌંદર્ય પણ અદ્દ્ભૂત હોય છે.

        દોસ્તો, બાળકને કારણે દરેક દિવસ એક સોગાત જેવો, એક ભેટ જેવો લાગે છે.

(સંપાદિત)

16 comments:

  1. Usha Maheshwari26 July 2013 at 11:40

    Superb I must say! As being a daughter I can relate with your thoughts. Thanks for sharing such a nicest moment with us.

    ReplyDelete
  2. Heerva Trivedi29 July 2013 at 13:57

    બાળકને કારણે દરેક દિવસ એક સોગાત જેવો, એક ભેટ જેવો લાગે છે.

    10000% Agree.

    ReplyDelete
    Replies
    1. લાગે જ. બાળક તો ઘરે જવાનું કારણ છે, મન અને હ્રદયને લાગણીથી ભરી દેવાનું મરણ છે, દોસ્ત...!

      Delete
    2. માફ કરજો. મન અને હ્રદયને લાગણીથી ભરી દેવાનું મારણ છે, એમ સમજજો. મરણ ભૂલથી લખાઇ ગયું છે.

      Delete
  3. મા-દિકરાનાં સંબંધોનું સૌંદર્ય એક વિશિષ્ટ હોય છે તેમ બાપ-દિકરીનાં સંબંધનું સૌંદર્ય પણ અદ્દ્ભૂત હોય છે. wah!

    ReplyDelete
    Replies
    1. ખરી વાત છે. દિકરી તો બાપની આબરૂ તેનું ગુમાન હોય છે.

      Delete
  4. ભરત વસાવડા29 July 2013 at 14:06

    આ છતનાં મહત્વને ઓછું ન આંકતા. એ છે તો ઘણું ઘણું છે. પપ્પા આ શબ્દમાં રહેલ એક વિશ્વાસ અને સલામતિની ભાવના છે એ બીજા કોઇ શબ્દમાં નથી હોતી. દોસ્તો, આ છત્રછાયા જીવનને એક રાહત આપે છે, હુંફ આપે છે, એક વેગ આપે છે, એક દિશા આપે છે. આ છત્રછાયા જેની પાસે નથી એને જ ખબર છે કે એની પાસે શું નથી. કારણ કે પપ્પા એ પપ્પા છે.

    તમે એક જગ્યાએ આ લેખમાં લખ્યું છે કે દરેક પિતા પોતાની દિકરીને એક આગવા નામથી બોલાવતો હોય છે. હું પણ બોલાવું છું 'બકુ'. ઘરમાં પેસતાં વેંત પહેલો સવાલ એ જ હોય કે બકુ ક્યાં? તેનો હસતો ચહેરો એક વાર નજરે જોઇ લઉં કે પુરા દિ નો થાક - પરેશાની દુર થઇ જાય. 'બકુ' અમારા જીવનનું અને અમારા ઘરનું કેન્દ્રબિંદુ છે. ઘરનું ચેતન છે અમને સૌને જોરમાં રાખતું દોડતા રાખતું પેટ્રોલ છે. એ છે તો બધુ છે, જીગ્નેશભાઇ!

    ReplyDelete
    Replies
    1. સામાન્ય રીતે મારા વાચકો મને વાહ લખતા હોય છે. પણ ભરતભાઇ, આજે તો મારે તમને વાહ! કહેવું પડશે. તમારી બકુને મારી સ્નેહયાદ આપજો. જીવનમાં ખુબ ખુબ આગળ વધે અને તમારું માથું ગર્વથી ઊંચુ કરે એવા આશિષ અને શુભેચ્છા.

      Delete
  5. Really Superb

    ReplyDelete
  6. ભૂમિકા ઉપાધ્યાય1 August 2013 at 11:24

    વાહ દોસ્ત..! તમે તો આંખો ભીની કરી દીધી. પિતા-દિકરીનાં સંબંધોની જે રીતે વાત લખી, શું કહેવું?

    ReplyDelete
    Replies
    1. આ લખતા લખતા મારી પણ કંઇક આવી જ હાલત થતી હતી. આ સંબંધ જ એવો છે. ગમે એવો ભડવીર કે શાણો શુરવીર પણ એની દિકરી પાસે નરમ ઘેંશ થઇ જતો હોય છે.

      Delete
  7. Wah Jigneshbhai wah ek to taru lakhan sundar chhe ane Devdutt ni banne dikari no photo to pachi kehavanu j shu rahiyu well done super I like it. Mane em hatu ke aa friendship day ma mara tara ane devdutt ni friendship vishe lakhish, no problem nest time

    ReplyDelete
    Replies
    1. Sure Vyasji! Very soon you will find something on Friendship. In my point view for me not only the first sunday of August is Friendshipday, but each day is friendship day. "Jahan chaar yaar mil jaye wahi raat-din ho Gulzar". You know something like this.

      So with you and you kinds of friends, I m enjoying each day of my life, a friendship day. So I dont need to celebrate only one particular day. Anyway 'Happy Friendship Day'.

      ये गीत की पंक्तियां तुम्हारे लिए...

      एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तो,
      ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तो...!

      Delete
  8. નિર્વિવાદ હકીકત...બહુ સરસ લખ્યું....

    ReplyDelete