Thursday 5 September 2013

શિક્ષક દિન : 5th September every year...!


“शिक्षक कभी साधारण नहीं होता,
प्रलय और निर्माण उसकी गोदमें पलते हैं…”

        શિક્ષક… શિક્ષા કરે એનું નામ શિક્ષક. પહેલા એ વાતનો ખુલાસો અહીં જરૂરી બને છે આજે અને ખાસમખાસ આ વિષય પર લખતાં પહેલાં. કે જો કોઇને મારો લેખ વાંચતા એવું લાગે કે હું જરા શિક્ષકો તરફી પક્ષપાતી બની રહ્યો છું તો મને આંગળી ચીંધે. રહી વાત પક્ષપાતની તો વાત જાણે એમ છે મિત્રો કે છેવટે હું પણ લોહી તો માસ્તરનું જ છું. હાં! મારા માતા-પિતા બંને શિક્ષક છે, હતાં કહી શકાય. હવે એક નિવૃત્ત છે. એટલે થોડો શિક્ષક તરફી જોક રહે ઇતના તો બનતા હૈં ના બોસ!

        હાં! તો મૂળ વાત પર આવીએ. શિક્ષક અને શિક્ષક દિન. શિક્ષક દિન ખાસ તો આ ક્ષેત્રમાં નોંધપાત્ર સિધ્ધિ મેળવનારને કે અનુદાન કરનારને બિરદાવવાનો દિવસ છે. આમે આપણાં સમાજમાં, આપણી સંસ્કૃતિમાં અને આપણાં શાસ્ત્રોમાં ગુરૂ કે શિક્ષકને ઇશ્વર સમાન કે તેનાંથી પણ ઉપર ગણ્યા છે.

“गुरू गोविंद दोनों खडे, के को लागु पाय?
बलीहारी गुरू आपकी, गोविंद दियो दिखाय…”

        આ લખનારને નાનપણથી જ એમ શીખવવામાં આવેલું, કે દુનિયામાં સૌથી વધુ જો પુજનીય હોય તો તે છે આપણી મા. પછી પિતા. પછી ગુરૂ અને છેલ્લે ઇશ્વર. મિત્રો માતા-પિતા આપણને જન્મ આપે છે, ઉછેરે છે. પણ જીવન જીવતા અને જીવનમાં આગળ વધતાં તો ગુરૂ જ શીખવે. જીવનમાં આવનારી મુશ્કેલીઓનો સામનો કેમ કરવો, તે મુશ્કેલીઓ પર વિજય કેમ મેળવવો, કઇ રીતે પોતાનાથી નિર્બળનો ઉપહાસ અને પોતાનાથી સબળનો નિરાદાર ક્યારેય ન કરવો… આ બધી વાત ગુરૂ જ આપણને શીખવે છે. ફિલ્મ (યાર! આટલી તો લીબર્ટી મને આપવી જ પડશે. મારી કોઇ વાત ફિલ્મથી પરે નથી. એટલે એ તો વચ્ચે આવવાની જ.) ‘દો દૂની ચાર’ નો પોપલી હલવાઇ યાદ આવે છે? એ ખુબ સરસ વાત કરે છે, કે “માસ્ટર હમતો મિઠાઇયાં બનાતે હૈ, ખાયા-પીયા ઔર ખતમ. લેકીન તુમ બનાતે હો ઇન્સાન. અગર થોડી ચુક હો જાયે તો ઉસે ગુડ બોય મેં સે બેડ બોય બનતે દેર નહીં લગતી. અગર મેરે કો ભી તુમ જૈસા માસ્ટર મીલા હોતા તો મૈં ભી આજ ગુડ બોય હોતા ઔર ઇન કંજરો કો ભી બનાતા.” દોસ્તો, વાત સામાન્ય લાગે એવી છે. પણ છે ખુબ ઊંડી. આજે પણ જ્યારે તમે કે હું આપણે જેને ખરા દિલથી ગુરૂ માન્યા હોય તેની વાત આવતાં કે તે સામે મળતા માથું આપોઆપ જુકી જાય. આ બીક નથી, આ આદર છે.

        દોસ્તો, અતિષ્યોક્તિ લાગે તો માફ કરજો. પણ મેં તો આ અનુભવેલી વાત કહું છું. મારા સ્વ. પિતા એક નિષ્ઠાવાન શિક્ષક હતાં. તે સ્કુલમાં જ એટલું ભણાવતાં કે વિદ્યાર્થીને ટ્યુશનની જરૂર જ ન પડતી. આજે પણ તેનાં મૃત્યુનાં ૨૫ વર્ષ થઇ ગયા હોવાં છતાં પણ જ્યારે તેમનાં ભણાવેલા વિદ્યાર્થીઓ જે આજે ખુબ મોટા બિઝનેસમેન કે વેપારી કે સરકારી સારામાં સારા હોદ્દા પર છે તેમને જ્યારે મળવાનું થાય અને મારા પિતાનો ઉલ્લેખ થતાં માત્ર જ એક આદર સાથે વિનમ્રતા આવી જાય છે. જ્યારે એમ સાંભળવા મળે ને કે તારા પપ્પાએ મને ઠોઠ વિદ્યાર્થીમાંથી હોંશીયાર બનાવ્યો અને આજે જો એની મહેનતનું પરિણામ. ત્યારે તેની આંખમાં તો આંસુ હોય પણ મારા ચહેરા પર એક ગર્વની લાગણી હોય. મિત્રો, મા-બાપ પછી જીવનમાં ગુરૂનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે. અરે ખુદ ભગવાન એનાં પગે પડતાં હોય તો હું અને તમે શું?

        શાસ્ત્રો ખોલીને જોઇ લો, ગુરૂની આજ્ઞા પર રાજપાટ છોડી દેનાર ભગવાન રામનો ઉલ્લેખ છે, ગુરૂની આજ્ઞા વશ ત્રિલોકનાં નાથ એવા ભગવાન વિષ્ણુ, કૃષ્ણવતારમાં જંગલમાં લાકડા વિણે છે. ગુરૂની ઊંઘને વિક્ષેપ ન પહોંચે એ સહેતુ મહાબલી – દાનવીર કર્ણ ભમરાનાં અસહ્ય ડંખ સહી જાય છે. ગુરૂની આજ્ઞાને આધિન થઇ એકલવ્ય પોતાનો અંગૂઠો કાપી નાંખે છે. રાક્ષસો કે જેઓ કોઇનાં કહ્યામાં નહોતાં તે ગુરૂ શુક્રાચાર્યની સામે નરમઘેંશ જેવા થઇ જાય છે તેનો પડ્યો બોલ તેની આજ્ઞાને આધીન થઇને રહે છે.

સિકંદરની એક વાત યાદ આવે છે. એક વખત સિકંદર અને તેના ગુરુ એરિસ્ટોટલ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં વરસાદના પાણીનો વહેળો આવ્યો. એરિસ્ટોટલ અને સિકંદરમાં એ વાતે વિવાદ થયો કે પહેલા વહેળો કોણ પાર કરશે? સિકંદરે નક્કી કર્યું કે પહેલાં તે વહેળો ઓળંગશે. એરિસ્ટોટલે સિકંદરની વાત માની લીધી. પણ પછી થોડા દુ:ખી થઈને એમણે કહ્યું, ‘તેં મારી આજ્ઞાનું પાલન ના કર્યું.’ સિકંદરે જવાબ આપતા કહ્યું, ‘ગુરુજી, મારી કર્તવ્યનિષ્ઠાએ જ મને એમ કરવા માટે પ્રેરણા આપી. એરિસ્ટોટલ હજારો સિકંદર તૈયાર કરી શકશે, પણ સિકંદર તો એક પણ એરિસ્ટોટલ તૈયાર નહીં કરી શકે.

        દરેક વ્યક્તિનાં ઘડતરમાં બે વ્યક્તિનો ખુબ મોટો ફાળો હોય છે, એક છે માતા-પિતા અને બીજા ગુરૂ. અગાઉ કહ્યું એમ માતા-પિતા તેની ફરજ મુજબ આપણને ઉછેરે છે. આદર્શ શિક્ષક આપણને જીવનમાં આગળ વધવા માટેનું પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પુરૂં પાડે છે. વર્ગખંડમાં એક શિક્ષકની ભૂમિકા ખુબ જ મહત્વનું કાર્ય છે., કારણ કે તેની એકએક પળ વિદ્યાર્થીનાં જીવન સાથે જોડાયેલી હોય છે. દરેક વિદ્યાર્થીનું ભવિષ્ય શિક્ષકનાં હાથમાં રહેલું હોય છે. એક આદર્શ શિક્ષક વિદ્યાર્થીનાં ઉમદા જીવનનો પ્રણેતા બની શકે છે. તેનાં જીવનનું ધ્યેય અને તે ધ્યેય સુધી પહોચવાનો માર્ગ બની શકે છે. સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય છે શિક્ષકનો. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. તે ઇમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ એક શિક્ષક કરે છે. તેઓ ઇમારતનું એવું પાકુ ચણતર કરે છે કે ગમે એવો ઝંઝાવાત આવે તો પણ એ ડગે નહીં.

        શિક્ષકદિનનાં દિવસે શ્રેષ્ઠ શિક્ષકને રાષ્ટ્રપતિનાં હસ્તે સન્માનિત કરવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી પણ કરવામાં આવે છે. જેના અંતર્ગત વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગમાં અભ્યાસ કરાવે છે. જેનાંથી વિદ્યાર્થીઓમાં નાનપણથીજ નેતૃત્વનાં ગુણ ખીલે છે. તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકોનાં ઉત્તરદાયિત્વને સમજે અને જાણે કે શિક્ષક થવું કેવું અઘરૂં છે. આમ, સંસ્કૃતિનાં સંસ્કાર આપતાં શિક્ષકોનું ગરવું પર્વ એટલે ‘શિક્ષક દિન’.

                        ૫ સપ્ટેમ્બર એટલે ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં શિક્ષક દિન તરીકે ઊજવાય છે. મિત્રો તમારા માનસપટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે. તેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ છે ‘શિક્ષક દિન’.

        ગુરૂનો મહિમા ગાતા શ્રી વિનોબા ભાવે લખે છે કે, ‘શિલવાન સાધુ હોય છે, પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે અને કરૂણાવાન મા હોય છે, પરંતુ ગુરૂ તો સાધુ, જ્ઞાની અને મા ત્રણેય હોય છે. ગુરૂ શબ્દનો ભાવાર્થા મારી દ્રષ્ટિએ કરૂં તો, ગુઃ એટલે ગુણવાન અને રૂઃ એટલે ઋષિ. તો ગુઋનો અર્થ થયો ગુણવાન ઋષિ.

चंदनम् शितलम् लोके, चंदनात् अपि चंद्रमा,
चंद्र – चंदनयोः मध्ये, शीतला गुरू संगतिः
(અર્થાતઃ આ જગતમાં ચંદન શીતળ છે, ચંદન કરતાં ચંદ્રની ચાંદની વધુ શીતળતા આપે,
ચંદન અને ચંદ્રમાંની ચાંદની કરતાં પણ ગુરૂની સંગતિ વધુ શીતળતા આપે છે.)

गुरू ब्रह्मा, गुरू विष्णु, गुरू देवो महेश्वर,
गुरू साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवै नमः

ગુરૂ વિણ જ્ઞાન ન ઉપજે, ગુરૂ વિણ મળે ન ભેદ,
ગુરૂ વિણ સંશય ના ટળે, જય જય જય ગુરૂદેવ.

गुरू कुंभार और शिष्य कुंभ है, घट घट काढे खोट,
ભીતરથી ભલે હાથ પસારે, ઉપર મારે ચોટ.

सदगुरू ऐसा किजीए, जैसे पुनम को चंद्र,
तेज करे पर तपे नहीं, उपजावे अति आनंद…


આવો આ દિવસે સહુ સહુનાં ગુરૂને યાદને કરીએ અને વંદન કરીએ. કારણ કે આજે આપણે જે કંઇ સફળ છીએ એમાં આપણાં ગુરૂની શિક્ષકની જહેમત છે.

44 comments:

  1. Happy Teacher's Day...

    ReplyDelete
  2. “शिक्षक कभी साधारण नहीं होता,
    प्रलय और निर्माण उसकी गोदमें पलते हैं…”

    How True...!

    ReplyDelete
    Replies
    1. Thanks a lot SIR! Your appreciation means a lot for me.

      Delete
  3. “गुरू गोविंद दोनों खडे, के को लागु पाय?
    बलीहारी गुरू आपकी, गोविंद दियो दिखाय…”

    ReplyDelete
    Replies
    1. Thanks you Rathod Saheb. Thank you very much for your appreciation. Keep Reading as usual and keep posting.

      Delete
  4. Replies
    1. Thanks you Mehul Saheb. Keep reading and keep me awake that I can present you more and more articles like this one. Thanks a lot.

      Delete
  5. Hat's of to my Teacher's who made me a good student. Thus I can make my carrier.

    ReplyDelete
    Replies
    1. Yes a teacher's role is very much important in our life.

      Delete
  6. Happy Teachers Day to you too.

    ReplyDelete
  7. મેઘ ખાગડ6 September 2013 at 20:35

    સરસ લેખ. શિક્ષકોની મહત્તા સમજાવતું એક છણાવટભર્યું આલેખન.

    ReplyDelete
    Replies
    1. ખુબ ખુબ આભાર મારા વહાલા વાચક.

      Delete
  8. Good description about importance of teachers in our life.

    ReplyDelete
    Replies
    1. Yaah! A teacher's impact we can feel in our whole life.

      Delete
  9. વાહ! સરસ લખાણ છે. ગુરૂ મહિમા ખુબ યોગ્ય રીતે જીલાઇ છે અને તેનો પડઘો તમારા લખાણમાં સ્પષ્ટ દેખાય છે. તમારા શિક્ષકની મહેનત વ્યર્થ નથી ગઇ દોસ્ત. ખુબ સુંદર લેખ.

    ReplyDelete
    Replies
    1. હાં, મે આ લેખમાં પણ લખ્યું છે એમ મારા માતા-પિતા બંને શિક્ષક હોય આ ક્ષેત્રને હું વધુ નજીકથી ઓળખું છું. તમારા પ્રોત્સાહન બદલ ખોબ ખુબ આભાર. વાંચતા રહેજો અને તમારા, મારા માટે અતિ કિંમતી એવા પ્રતિભાવો આપતા રહેજો.

      Delete
  10. Nice article in all senses.

    ReplyDelete
  11. Teacher is nobody but captain of our life ship. As he moves and direct us, our whole life will move at that point.

    ReplyDelete
    Replies
    1. You are absolutely right. Very well said mem!

      Delete

  12. તે લખ્યું ને કે

    “गुरू गोविंद दोनों खडे, के को लागु पाय?
    बलीहारी गुरू आपकी, गोविंद दियो दिखाय…”

    “गुरू गोविंद दोनों खडे, के को लागु पाय? આ બાબત મા કોઇ શંકાને સ્થાન ના હોવું જોઇયે કે ગુરુ અને ગોવિંદ બન્ને સામે હોય તો ગોવિંદ જ પહેલી ચોઇસ હોવી જોઇયે. કારણ કે તમે ગુરૂ પાસે ગયા હતા ગોવિંદને પામવા માટે. હવે જ્યારે ગોવિંદ સામે છે ત્યારે ગુરૂ ને પડતા મુકી ગોવિંદમય થવું જોઇયે ( ગુરૂ ને પડતા મુકવામાં હું કોઇ તેનું અપમાન કરવાની વાત નથી કરતો હો. ) પરંતુ આજના સમયમાં જે ભગવા પહેરીને જે ગુરૂ બની બેઠા છે તે પોતાના ચેલા ને કોઇ દિવસ યોગ્ય રસ્તો બતાવતા જ નથી, હંમેશા તેમને લૂંટતા રહેતા હોય છે,

    આ કોમેન્ટ માત્ર ઉપર “ गुरू गोविंद दोनों खडे, ” માટે જ છે, બાકી ઊત્તમ લેખ, એક વિદ્યાર્થી અને એક શિક્ષક માટે.

    ReplyDelete
    Replies
    1. Thanks Dev... After a very long time I had get your comment. Thanks Buddy! You know I always believe in that, you can write much better than me. But due to lack of time, you are not able to do so!.

      But anyway your comment means a lot for me. Thanks brother.

      Delete
  13. બ્રહ્મવિદ્યાનું દ્વાર - ગુરુ શરણાગતિ - तद्विज्ञानार्थं स गुरुमेवाभिगत्व्छेत्

    'ગુરુ'! ભારતવર્ષનો સનાતન શબ્દ! પરમ શાતાપ્રદ શબ્દ! સનાતન ભારતીય અધ્યાત્મપરંપરાને પ્રતિબિંબિત કરતો શબ્દ! 'ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન આત્મવિચાર ન લહત હૈ.' આમ, આજે પણ સહેજે સહેજે જનજીભે અને જનજીવનમાં ગુરુશરણાગતિનો સિદ્ધાંત ઘૂંટાતો રહ્યો છે તેનું કારણ આવાં શાસ્ત્રો છે. આ મુંડક ઉપનિષદમાં 'ગુરુ'ને બ્રહ્મવિદ્યાના સાક્ષાત્કાર માટેનું દ્વાર કહ્યા છે.

    ReplyDelete
    Replies
    1. દોસ્ત, મારી ઉત્તમોત્તમ પ્રગતિ ઇચ્છનારા વ્યક્તિઓમાંનો એક તું છો. અને તું સુપેરે એ વાત જાણે છે કે જે આજે અને આ અત્યારે થઇ રહ્યું છે એનાં મૂળમાં તારી એકધારી મહેનત છે. તારા સતત અને અથાક પ્રયાસોનું પરીણામ આજે તારી સામે છે. જો તે મને પ્રોત્સાહિત ન કર્યો હોત તો આજે આ કંઇ ન હોત.

      મારા ગુરૂમાંથી એક તું છો. માત્ર તમને કક્કો અને એબીસીડી સીખવે એ જ તમારા શિક્ષક હોય એવું થોડું છે...

      Delete
  14. ગુરુનાં લક્ષણ - श्रोत्रियं ब्रह्म निष्ठम्

    ગુરુશરણાગતિ જો અધ્યાત્મસાધનાની જીવનદોરી હોય તો પછી એ ગુરુ કોણ અને કેવા હોવા જોઈએ તેનો પણ નિર્ણય થવો જોઈએ. બ્રહ્મવિદ્યાનો સાક્ષાત્કાર કરાવવો એ સહેલી બાબત નથી. એ સામાન્ય વ્યક્તિનું કામ પણ નથી. ગમે તે વ્યક્તિ બ્રહ્મવિદ્યા માટે ગુરુ ન થઈ શકે. તો તે ગુરુ કોણ? અને તેનાં લક્ષણો શું છે? તેનો નિર્ણય પણ અંગિરા મુનિએ અહીં કરી આપ્યો છે. તેમણે કહ્યું, 'હે શૌનક! શરણાગતિ લેવા યોગ્ય ગુરુ તો ‘श्रोत्रियं ब्रह्म निष्ठम्’ (મુંડક ઉપનિષદ - ૧/૨/૧૨) હોવા જોઈએ.' ‘श्रोत्रियम्’ કહેતાં તેમને સકળ શાસ્ત્રનાં રહસ્યોનો સાક્ષાત્કાર હોવો જોઈએ. કેવળ જ્ઞાનનો માહિતીભંડાર હોય એમ નહીં, પણ અનુભવની વાત કરે છે. કેવળ જાણે એટલું જ નહીં પણ જ્ઞાનને ઉપયોગમાં લે, અનુભવે. કહેતાં જ્ઞાન પ્રમાણે જીવતાં હોય તે ગુરુ થઈ શકે એવો આશય છે. વળી, એ ગુરુ ‘ब्रह्म’ કહેતાં સાક્ષાદ્ અક્ષરબ્રહ્મસ્વરૂપ અને ‘निष्ठम्’ એટલે પરબ્રહ્મ પરમાત્મામાં અનન્ય સ્થિતિ ધરાવતાં હોવા જોઈએ, પરમાત્માની અનન્ય ભક્તિપરાયણ હોવા જોઈએ. ભગવદ્ગીતામાં ‘उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदíशनः’ (ગીતા - ૪/૩૪) એમ કહી આવા ગુરુને જ્ઞાની અને તત્ત્વદર્શી તરીકે ઓળખાવ્યા છે.

    ReplyDelete
    Replies
    1. ગુરૂનાં લક્ષણોને તે બરાબર આત્મસાત કર્યા છે અને પુર્ણતઃનિષ્ઠા પુર્વક જ્યાં જ્યાં મારી ત્રુટીઓ રહી છે ત્યાં ત્યાં મારૂં ધ્યાન પણ દોર્યું છે અને તે ત્રુટીઓને દુર કેમ કરવી એની સમજ અને બોધ પણ આપ્યો છે.

      for me A ROCK SOLID support 24x7...

      Delete
  15. A teacher is the person who teaches us what is wrong and what is right. Sometime he or she becomes more important person in our life, more than our parents.

    ReplyDelete
    Replies
    1. Yes! you are absolutely right dear. Thanks for the comment and keep reading.

      Delete
  16. સોમ્ય પંડ્યા9 September 2013 at 18:37

    શિક્ષક કે ગુરૂ તો આપણને આપણાં પગ પર ઊભા રહેતા શીખવે છે. આપણી જીવન ઇમારતનો કડીયો છે.

    ReplyDelete
    Replies
    1. હાં આમે જેટલો કડીયો સારો એટલી જ ઇમારત મજબૂત બને. ખુબ સરસ વાત કહી પંડ્યાજી.

      Delete
  17. શિક્ષક, ગુરૂ, સર કે મેડમ કે મીસ કોઇપણ નામ લો, અંતે તો આ નામ સાથે આદર જ જોડાયેલો હોય છે. ગુડ મોર્નિંગ સર કે મીસમાં તમે કહ્યું તેમ બીક કે ડર કરતાં આ આદરનો આસ્વાદ વધુ અનુભવાય છે.

    ReplyDelete
    Replies
    1. સાવ સાચી વાત છે અતુલભાઇ... મારી જ વાત કરૂં તો આજે પણ જ્યારે જ્યારે અને જ્યાં મારા ટીચર્સ મને મળે ત્યાં ત્યાં હેલ્લો સર કે મેમ! અને નમસ્તે સર કે મેમ! નીકળી જ જાય.

      Delete
  18. તમે આ લેખમાં દો દૂની ચાર ફિલ્મનો ઉલ્લેખ કર્યો છે, એમાં શિક્ષક કે ગુરૂની મહત્વતા સમજાવતી બીજી એક વાત પણ રસપ્રદ છે. જેમાં દુગ્ગલસર એનાં સ્ટુડન્ટને કહે છે કે, ‘મારા વિદ્યાર્થીઓ મને મારી બેઇમાની માટે યાદ રાખવાને બદલે મારા સરે મને ગુડ બોય કે ગુડ ગર્લ બનાવ્યા એમ એમ યાદ રાખે તે હું વધુ પસંદ કરીશ.’

    ReplyDelete
    Replies
    1. હાં આ સીન આવે છે ને. પણ મને પોપલી હલવાઇ વાળો સીન વધુ ગમ્યો. અને આ વાતને લગતી વાત મેં મારા પિતા માટે કહી જ છે આ લેખમાં. આજની તારીખે મારા પપ્પાનાં સ્ટુડન્ટસ એમને યાદ કરે છે. આભાર ગજ્જરભાઇ. વાંચતા રહેશો અને તમારા પ્રતિભાવો જણાવતા રહેશો.

      Delete
  19. માં આપણાં જીવનમાં આવનારી પહેલી શિક્ષક હોય છે.

    ReplyDelete
  20. જીવનમાં ભલે ભણવાનું બંધ કરી ચુક્યા હોઇએ, સીખવાનું ક્યારેય બંધ ન કરશો. કારણ કે કેબીસી યાદ છે ને! ‘સીખના બંધ તો જીતના બંધ’. આજીવન વિદ્યાર્થી બની રહો તો જ પ્રગતિ કરી શકશો. અભિનંદન સારો લેખ લખ્યો છે.

    ReplyDelete
    Replies
    1. જી મેમ! અભિનંદન માટે ધન્યવાદ. એક સારો વ્યક્તિ હંમેશા વિદ્યાર્થી બની રહે તો જ તેની પ્રગતિ થઇ શકે. ખરી વાત છે. આભાર.

      Delete
  21. કોઇપણ સર, શિક્ષક કે ગુરૂ જ્યારે એનાં વિદ્યાર્થીને સજા ફટકારે કે સોટી કે ફુટપટ્ટીથી ફટકારે તો એનાં સોળ પહેલાં તેનાં હ્રદયમાં ઉઠતા હોય છે. કારણ કે સજા ફટકારીને પણ જો એનો વિદ્યાર્થી અભ્યાસમાં સારો બને તો એ આ સજા હસતાં હસતાં સ્વિકારવા તૈયાર હોય છે. મારા સર પણ મને સ્કુલમાં હાથમાં સોટી મારતાં. પણ આજે એ સોટીને કારણે હું મારા જીવનમાં સફળ છું. સોટી અને સર બંને આજેપણ બરાબર યાદ છે.

    ReplyDelete
    Replies
    1. ધો. ૮ અને ૯ માં મારા ગણિતનાં એક સર હતાં. જોગાનુજોગ તેમનું નામ પણ રાણાસાહેબ હતું. એમની ફુટપટ્ટી હજુ પણ યાદ છે.

      Delete
  22. AA TAMAARO LEKH VAACHI AAJE BHUTKAAL YAAD AAVI GAYO. AMAARAA SAMAY MA JE SHIXAKO HATA TE SACHA ARTH MA GURU HATA. HAVE TEVA GURU K SHIXAKO JOVA MALATA NATHI. FAKT SHIXAN NA NAAME DUKAAN DARO BETHA CHHE. AA DUKHAD VAAT CHHE.

    ReplyDelete