Sunday 15 September 2013

મૈં આઝાદ હું... (Part - 2)

વાર્તા કંઇક આવી છે.


રાજનગર શહેરનાં એક અખબારનાં માલિક ગોકુલચંદ (મનોહર સીંઘ)ને એનાં અખબારનાં જોર પર હાલની સરકારને ઉથલાવીને શક્ય હોય તો પોતાને મુખ્યમંત્રી બનવાનાં સપના હોય છે. પણ એનું અખબાર જોઇએ એટલી સનસનીખેજ સ્ટોરી, કૌભાંડો કે એવી કોઇ મસાલેદાર વાતો કે ઘટનાઓ ધરાવતું ન હોય તેનું સરક્યુલેશન ઓછું છે જે કોઇપણ ભોગે વધવું જોઇએ. ખર્ચ ઓછા કરવા માટે તંત્રીનાં અભિપ્રાયનાં આધારે સ્ટાફનાં અમુક લોકોને છુટા કરવા, એમ નક્કી કરવામાં આવે છે. આ બધામાં સ્ટાફમાં કામ કરતી સુભાષિની પણ હોય છે, જે પોતાનાં તેજાબી અને નેતાઓની ગંદી મીલીભગત અને ખુરસી બચાવવા ખેલતા ગંદા રાજકારણને પોતાનાં વિવાદી લખાણો દ્વારા ખુલ્લા પાડતી હોય છે એને પણ છુટી કરવામાં આવે છે. આ વાતની જાણ થતાં તે પોતાનો છેલ્લો લેખ આ અખબાર માટે લખે છે જેમાં એક એવા કાલ્પનિક પાત્ર ‘આઝાદ’ – ગરીબો કા મસીહા, ને જન્મ આપે છે કે જે નેતાઓને ખુલ્લેઆમ પડકારીને તેનાં તમામ કાળા કામોને જનતાની સમક્ષ લાવશે સાથો સાથ તેની થોડી માંગો પણ છે, સરકાર સામે, આ ભ્રષ્ટ એવી સમાજ વ્યવસ્થાનાં બની બેઠેલા ઠેકેદારો પાસે, અને જો તેની માંગણીઓ નહીં સંતોષાય તો તે શહેરની નવી બની રહેલી ૩૦ માળની બિલ્ડીંગ પરથી ૨૬ જાન્યુઆરીનાં ગણતંત્ર દિવસે કુદીને આત્મહત્યા કરશે. તેવી જાણ કરતો પત્ર આઝાદે તેને લખ્યો છે એમ લખે છે. આ વાંચીને રાતોરાત જનતા આઝાદ કોણ છે અને શું શું કરશે એવી ઉત્કંઠાથી અખબારને પત્રો દ્વારા અને ફોન દ્વારા પુછે છે. આમ, રાતોરાત આઝાદ લોકોમાં લોકપ્રિય થઇ જાય છે અને આ ઘટનાને કારણે ગોકુલચંદનું અખબાર લોકોમાં લોકપ્રિય થતાં તેનું સરક્યુલેશન વધે છે. જેને કારણે સુભાષિની ગોકુલચંદની નજરમાં આવે છે અને તેને છુટી કરવામાં નથી આવતી.

પછી શરૂ થાય છે એવા પાત્રની શોધ જે આઝાદ જેવો લાગે અને તે આ ગામનો ન હોય, લોકો તેને ઓળખતા ન હોય અને જે થોડા રૂપિયા કમાવા માટે ગોકુલચંદ અને સુભાષિની જે બોલવાનું કહે અને જે કરવાનું કહે તે બોલે પણ અને કરે પણ. સુભાષિનીની શોધ છેવટે, અમિતાભ પર પુરી થાય છે જે એક બેકાર, ફટીચર, ખાનાબદોશ, નિર્ધન અને મુફલિસ જેવો માણસ હોય છે. જેની પાસે ટ્રેનમાં ટીકીટ લેવાનાં પૈસા પણ નથી. એવા આ વ્યક્તિને થોડા રૂપિયાની લાલચમાં સુભાષિની ‘આઝાદ’ બનવા માટે મનાવી લે છે.

આઝાદ એ જ કહે છે જે લોકો અનુભવે છે, જેમાં લોકો પીસાતા હોય છે, અન્યાય. પણ એકલા નિડર બનીને ઉભા રહેવાની અને સામનો કરવાની હિંમત નથી. આવા લોકોનો અવાજ બને છે આઝાદ અને જેવો એ લોકોની સામે આવે છે રાતોરાત લોકપ્રિયતાની ટોચે પહોંચે છે અને ગોકુલચંદ એ વાત ખુબ સારી રીતે સમજતો હોય છે કે એક વાર જનતા તેની સાથે થઇ ગઇ કે જનતાનો કોઇ નાયક કે નેતા તેની સાથે થઇ ગયો. ત્યારે અત્યારની સરકારને ઉથલાવીને મુખ્યમંત્રીની ખુરસી મેળવી શકાય છે. એટલે એ સુભાષિનીને ‘આઝાદ’ને હાઇલાઇટ અને હાઇપ કરવાનું કામ સોંપે છે.

આ બધામાં અને અનુભવને કારણે આઝાદ જે હકીકતે એક ઉપજાવી કાઢેલું અને સંપુર્ણ કાલ્પનિક પાત્ર જ હોય છે તેને હકીકતનો અનુભવ થાય છે કે આ તો મેં લોકોને સપના જોતાં કરી દીધા, તેઓ તો હવે મને જ સાચો આઝાદ સમજીને મારી પાસે આશાઓ રાખવા લાગ્યા કે આ વ્યક્તિમાં કંઇક છે, આ વ્યક્તિ અમારા દુઃખો સમજી શકે છે એનાં હાથ મજબુત કરવાથી તે કાલે અમારા જ કામમાં આવશે. આવી આવી આશાઓ અને અપેક્ષાઓ લોકો રાખવા લાગતા, આઝાદને ખ્યાલ આવે છે કે જેને તે મામુલી કામ સમજીને કરેલું તેણે તો સામાન્ય જનતામાં એક આઝાદીની એક ચેતનાની એક જુસ્સાની જોમની હવા ઊભી કરી છે. હવે તેનામાં રહેલો આઝાદ જાગે છે અને તે હકીકતે લોકોની સાથે રહીને તેમનાં કામો આગળ આવીને અન્યાયનો સામનો કરો એવી ચેતના જગાડે છે.

ગોકુલચંદને જો આવું કંઇ થાય તો આ વ્યક્તિ કે જેને આઝાદનો મુખવટો પહેરાવીને લોકો સામે ઊભો કર્યો છે તે તો એક તેનું પ્યાદુ હતું. તેણે થોડા રૂપિયા માટે આ કામ કરેલું તે કોઇ સાચેસાચો આઝાદ નથી. એવું કબુલનામું અમિતાભ પાસે લખાવી લીધેલું હોય છે, જે છેવટે તેને બાઝી પોતાના હાથમાંથી સરતી જાય છે તે જોઇને પોતાના અખબારમાં છાપે છે અને લોકોને આ બની બેઠેલા આઝાદની સામે ભડકાવે છે અને તેને મારી નાંખવાનો કાવત્રુ ઘડે છે.

આ બાજુ જે લોકો ગઇકાલ સુધી તેની સાથે હતાં, પગે પડતાં, તેની હા માં હા મેળવતા હોય તે લોકો આજે તેની ઉપર પથ્થર ફેંકે છે તે જોઇ, જાણીને આઝાદને આઘાત પહોંચે છે અને તે જે કાલ્પનિક ડરનું વાતાવરણ ઊભુ કરવા સુભાષિનીએ તેનાં લેખમાં શહેરની ૩૦ માળની નવી બનેલી બિલ્ડીંગનો ઉલ્લેખ કરેલ હોય ત્યાંથી સાચેસાચ કુદીને પોતે સાચો આઝાદ છે તે પુરવાર કરે છે. પરંતુ કુદતા પહેલાં તે એક આખરી સંદેશો રેકોર્ડ કરતો જાય છે અને તે સંદેશામાં લોકોને કોઇનાં ભ્રમમાં ન આવતાં પોતાના આત્માનો અવાજ સાંભળશો, અન્યાય સામે માથું ક્યારેય ન નમાવશો, સાથે સાથે એક સાથે રહીને સંપીને આગળ વધશો એવી વાતો કરે છે અને લોકોમાં રહેલો આઝાદને ઝંઝોડીને જગાડે છે.

આ કહાની છે મૈં આઝાદ હું ની.

અંતમાં જોવા અને માણવા લાયક ફિલ્મ છે, “મૈં આઝાદ હું”.



17 comments:

  1. You are fabulous in storytelling. This is now fact.

    ReplyDelete
    Replies
    1. Thanks for your appreciation. Thank you very much. Keep reading dear. Keep pass your comments.

      Delete
  2. મેઘ ખાગડ16 September 2013 at 13:30

    આ ફિલ્મની સ્ટોરી રોચક અને જોમ જગાડનારી છે. તમે સારી રીતે માફકસરની ભાષામાં તેને પ્રસ્તુત કરી છે. એ બદલ અભિનંદન.

    ReplyDelete
  3. જોવા અને માણવા લાયક ફિલ્મ, “મૈં આઝાદ હું”. Nice Article... I mean better than last one.

    ReplyDelete
    Replies
    1. Oh! Thanks dear. Last one is dedicate to one of my best friend 'Ghanshyam' whose, little bit characterisation I had tried to explain in my last article. So maybe you feel somewhere.

      Delete
  4. Wah good yaar you are as good as scriptwriter. Step by step storytelling. I like very much. All the best.

    ReplyDelete
    Replies
    1. As far as story telling, you can now say that. Thanks buddy...!

      Delete
  5. કોઇનાં ભ્રમમાં ન આવતાં પોતાના આત્માનો અવાજ સાંભળશો, અન્યાય સામે માથું ક્યારેય ન નમાવશો, સાથે સાથે એક સાથે રહીને સંપીને આગળ વધશો. Good Line.

    ReplyDelete
    Replies
    1. As Azad say...

      Thanks Ashokbhai... keep reading, and keep posting.

      Delete
  6. મહેન્દ્ર ચોટલિયા17 September 2013 at 14:59

    સરસ વાર્તા અને ધ્યાનાકર્ષક રજુઆત. મજા આવી.

    ReplyDelete
    Replies
    1. ખુબ ખુબ આભાર. વાર્તા તો જાવેદ અખ્તરે લખેલી. મેં તો ફક્ત મારા શબ્દોને સહારે તમને સહુને પીરસી.

      મહેન્દ્રભાઇ, તમારી સલાહ માની ને આ વખતે જુઓ વાર્તા લખી છે.

      Delete
  7. Nice Story. I mean quite motivational and eyeopener.

    ReplyDelete
  8. Good describe. Very good. Interesting film.

    ReplyDelete
  9. Thanks brother... This time you are very first to pass comment on my this article.

    ReplyDelete