Tuesday 10 September 2013

મૈં આઝાદ હું... ( Part - 1 )

પ્રસ્તાવના:

આજે આ ફિલ્મ યાદ આવવા પાછળ પણ એક નાની ઘટના જવાબદાર છે. અત્યારે ૨૦૧૩નું વર્ષ ચાલે છે. મારા ગામ રાજુલામાં એક જ ગેસ એજન્સી હોય, અમારે લોકોને ગેસનો બાટલો લેવો હોય તો યે, અને હોમ ડિલીવરીની સગવડ એજન્સીએ આપવી પડે એવો કંપનીનો નિયમ હોવા છતાંયે આ એજન્સી ‘જય મારૂતિ ગેસ એજન્સી’ ખુલે આમ તેનાં ગ્રાહકોને સવાર સવારમાં તડકો, ઠંડી કે વરસાદ ગમે એવા વાતાવરણમાં લાઇનમાં ઊભા રાખે અને જે વહેલો તે પહેલાનાં ધોરણે બાટલાનું વિતરણ કરે. ઘરે તો બોસ! કાં તો એજન્સીનાં માલિક સુધી તમારી પહોંચ હોય અથવા તો તમે કોઇ અધિકારી (ખાસ તો સરકારી) હો તો જ હોમ ડિલીવરી થાય, બાકી મારી જેવાને તો લાઇનમાં ઊભા રહો અને રાહ જુઓ, પહેલા તો બાટલાની ગાડી આવે એની અને પછી તમારો વારો આવે એની.

ઘનશ્યામ (મારો ખાસમખાસ ભાઇબંધ)

વાત હવે શરૂ થાય છે, મારા એક મિત્ર ઘનશ્યામે જ્યારે આ સ્થિતિનો અને આ વિતરણ પ્રણાલીનો વિરોધ કર્યો, તો તેને હવે તેનાં ઘરે એ જ્યારે ઇચ્છે ત્યારે હોમ ડિલીવરી થાય છે. તેને બીજા સૌની જેમ લાઇનમાં ઊભા નથી રહેવું પડતું. આ જોઇને મને આ ફિલ્મ યાદ આવી કે ‘બોલે એના બોર વેચાય’ પણ જે બોલે એને ક્યારેક મારા ખાવા કે સહન કરવાનો પણ વારો આવે. પણ તેનું પરિણામ હંમેશા એની ફેવરમાં હોય, જો એ સત્યને વળગીને રહે તો. इन्साफ की डगर पे…

મુખ્ય લેખઃ

મારા મિત્રની અંદર રહેલો ‘આઝાદ’ જાગી ચુક્યો છે, તે જરા પણ અન્યાય સહન કરી શકતો નથી. તે તેની સામે લડવામાં સમજે છે અને અમને પણ એ જ સમજાવે છે. સહન કરવાની માનસિક અને ક્યારેક શારીરિક પણ તૈયારી રાખો અને અન્યાય સામે અવાજ ઊંચો કરીને એનો વિરોધ કરો તો ન્યાય મળશે જ, જીત તમારી જ થશે. પણ આ આખી પ્રક્રિયામાંથી પસાર થતી વખતે આઝાદને હરહંમેશ જગાડી રાખો.

મૈં આઝાદ હું, ફિલ્મ એક એવી ફિલ્મ છે જે જોયા પછી દર્શકો સિનેમા હોલની બહાર નીકળીને કંઇ બોલી શકતા નથી એ હદ સુધી સુધબુધ કરી નાખનારી ફિલ્મ છે.  આ ફિલ્મ ૧૯૮૯ની ૧૫ ડીસેમ્બરે રીલીઝ થઇ. આ એ સમય હતો જ્યારે આપણાં ભારત દેશમાં લાયસન્સ રાજ હતું અને ગ્લોબલાઇઝેશનનો વાયરો ફુંકાવાને અચ્છા ખાસ્સા એવા ત્રણ વર્ષની વાર હતી. આ ફિલ્મમાં એ સમયની પણ છે જ્યારે અમિતાભે રાજકારણનો સ્વાદ પણ ચાખી લીધેલો અને સન્યાંસ લઇ, રાજકારણથી તૌબા તૌબા પોકારીને, બાકાયદા રાજીનામું આપીને ભાઇ સાહેબ ફરી હતાં ત્યાં ફિલ્મી દુનિયામાં પરત ફરેલાં.

સામાન્ય નોકરીયાત વ્યક્તિ હોય કે ગમે એવો મોટો વેપારી, કારખાનેદાર, મીલમાલીક, ગૃહીણી કે પછી એ ભલે ને કોઇ સ્કુલનો વિદ્યાર્થી કે કોલેજીયન હોય સૌની સ્થિતિ એક સરખી બનાવી દે છે અને દરેકનાં મનમાં એક જ સવાલ ગુંજે રાખે કે મેં આઝાદ હું?

મૈં આઝાદ હું ફિલ્મની સ્ટોરી એક કોમનમેન, જેને આજકાલનાં અંગ્રેજી અખબારો અને આપણાં સમાજનાં જે કહેવાઇ ગયા છે એવા બુધ્ધિમંતો જેને ‘મેંગોમેન’ કહે છે એવા સામાન્ય માણસની કહાની છે. કહાની દ્વારા કહાનીનો નાયક દર્શકોને ફક્ત એટલો જ સંદેશો આપે છે કે જુઓ જેમ મારી અંદરનો આઝાદ જાગી ગયો તેમ તમારી અંદર પણ એક આઝાદ સુતેલો છે, આપણી દરેકની અંદર એક આઝાદ છે પણ આપણે રોટી, કપડા અને મકાનની લ્હાયમાં એને એવી ગાઢ નિંદ્રામાં પોઢાડી દીધો છે કે ગમે એવી પરિસ્થિતિ આવે કે ગમે એવું શોષણ થાય તો, સરકારને, તંત્રને કે ભષ્ટ અધિકારીઓને થોડું મનોમન ભાંડીને ફરી પાછા એ જ સમાજમાં એ જ વાતાવરણમાં ગોઠવાઇ જઇએ છીએ. આપણી સહનશક્તિ તો સાહેબ! ભલભલા ઋષિમુનીઓનાં તપ, સાધનાને પણ ઝાંખી પાડી દે એવી છે, અને આપણી યાદશક્તિ પણ. ગમે એવી ઘટના બને કે પોતાની સાથે પણ ગમે એવું અઘટિત બને. તો થોડા દિવસ મનમાં ચચરશે અને પછી પરિસ્થિતિ થાળે પાડી વળગો કામધંધે. શું કહેવું છે આ વાત સાચી છે ને દોસ્તો બોલો!

આ ફિલ્મનાં નાયકની અંદરનો આઝાદ જાગી ઊઠે છે અને તે તેની આસપાસ થનારા શોષણ, ભ્રષ્ટાચાર અને અન્યાય સામે એક અહેલક જગાવે છે. જે જોઇને, સાંભળીને નેતાઓ અને અધિકારીઓ ભડકી ઊઠે છે અને તેને ખતમ કરી નાંખવાનો કારસો ગોઠવે છે.

નાયક કહે છે તમે સૌ તમારી અંદરનાં સુતેલા આઝાદને જે દિવસે પણ જગાડી દેશો, તે જે દિવસે જાગી જશે તે દિવસે કોઇ માઇનો લાલ આપણો વાળ પણ વાંકો નહીં કરી શકશે. માત્ર જરૂર છે તો તમારા આત્મસન્માનને તમારી ચેતનાને તમારી અંદર સુઇ રહેલા આઝાદને જગાડવાની. એક જણો ચાલતો હશે તો થાકી પણ જશે, હારી પણ જશે અને ઝુકી પણ જશે, પણ જો આપણે સૌ સાથે મળીને એક બની ને આગળ વધીશું તો આપણી પ્રગતિ કોઇ નહીં રૂંધી શકે. આ આત્માથી જાગેલા સમાજનાં સમુદાયનાં સમુદ્રને કોઇ અટકાવી નહીં શકે અને આપણે સૌ આપણી ધારેલી, ઇચ્છેલી અને જેને આપણે સૌ લાયક છીએ એ મુકામ એ મંઝીલ પર સૌ સાથે પહોચીશું.

ફિલ્મમાં જ્યારે અમિતાભ બચ્ચન જે ‘આઝાદ’, ગરીબો કા મસિહા, ને સ્ટેજ પર ગોકુલચંદ અને સુભાષિની લોકો સમક્ષ રજુ કરે છે ત્યારે એક સ્પીચ તૈયાર કરી આપે છે, જે આઝાદે બોલવાની હોય છે પણ આઝાદ તો માત્ર પોતાના હ્રદયનો અવાજ જ સાંભળતો હોય છે તે જે કહે છે તે ખરેખર રૂંવાડા ઊભા કરી મુકે એવું છે. આ રહી ક્લિપ… જુઓ, સાંભળો અને સમજો.



મૈં આઝાદ હું ફિલ્મની કહાની જાવેદ અખ્તરે લખી છે. તેનાં સંવાદો પણ જાવેદ સા’બ નાં લખેલા છે. ફિલ્મ માત્ર અને માત્ર એની સ્ટોરી પર જ આધાર રાખીને એના ચોટદાર સંવાદોને કારણે જ આવી ધારદાર બની છે.

ફિલ્મમાં માત્ર એક જ ગીત છે, જે કૈફી આઝમીએ લખ્યું છે અને ગાયું છે, ખુદ આઝાદે… (મતલબ અમિતાભ બચ્ચને)

ઇતને બાજુ ઇતને સર,
ગીનલે દુશ્મન ધ્યાન સે,
હારેગા વો હર બાઝી,
જબ ખેલે હમ જી જાન સે!




ટિનુ આનંદનાં નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ધારેલો દેખાવ ન કરી શકી, પણ અમિતાભ બચ્ચનની એક્ટિંગને કારણે આ ફિલ્મને ક્રિટીક્સ તરફથી સારો પ્રતિસાદ મળેલો.

આ ફિલ્મ, ૧૯૪૧માં બનેલી ફ્રાંક કાપરાની ફિલ્મ ‘મીટ જૉન ડૉ’ નું ભારતિય રૂપાંતર છે. એ જે હોય તે પરંતુ ભારતિય દર્શકોને એક હટકે ફિલ્મ આપવા બદલ નિર્દેશક ટીનુ આનંદ અને જાવેદ અખ્તરની પીઠ થાબડવી પડે. ફિલ્મનાં ચોટદાર સંવાદોને કારણે ફિલ્મનાં ડાયલોગ રાઇટર જાવેદ અખ્તરને એ વર્ષનો શ્રેષ્ઠ ડાયલોગ રાઇટરનો ફિલ્મફેર એવોર્ડ મળેલો. બીજા કોઇપણ એવોર્ડ આ ફિલ્મને મળેલા નહીં.

ફિલ્મમાં, અમિતાભ બચ્ચન(આઝાદ), મનોહર સીંઘ(સેઠ ગોકુલચંદ), શબાના આઝમી(સુભાષિની), અજીત વચ્છાની(અખબારનો તંત્રી, શર્મા), રામ ગોપાલ બજાજ(રામ ભાઉ), અનુપમ ખેર(દાલચંદ જૈન) જેવા કલાકારોએ પોતાના અભિનયનાં ઓજસ પાથરીને ફિલ્મને એક અલગ જ સ્તર આપેલું છે.

સ્ટ્રેટ ડ્રાઇવ -   ૧૯૯૦ની ફેબ્રુઆરીમાં જ્યારે હું મારા મામા સાથે આ ફિલ્મ મહુવામાં ‘મેઘદુત’ સિનેમામાં જોવા ગયેલો. (મારા બાકીનાં ભાઇ-બહેનો ‘હેવન’ સિનેમામાં વિનોદ ખન્નાની ‘જુર્મ’ જોવા ગયેલા) મામાને એમ કે ભાણ્યો ભલેને સાથે રહ્યો, ચા-પાણી કે પાન મંગાવવું હોય તો એકાદ જણ સાથે હોય તો કામ સોંપી શકાય. બાકી મારા મામા મને કંઇ મારી બુધ્ધિપ્રતિભા કે સમજણ પર ઓવારી જઇને આવી વિચારશીલ અને રૂટીન સિનેમાથી હટકે એવી ફિલ્મ જોવા અમસ્તા નહોતા લઇ ગયા. પરંતુ ત્યારે જે અનુભવ થયો એનો આ નીચોડ છે. જ્યારે આ બધું થયું (પ્રસ્તાવના) ત્યારે આ ટેકનોલોજીનાં જમાનામાં અચાનક આ ફિલ્મ યાદ આવી ગઇ, અને યુ-ટ્યુબ પર ફરી જોઇ! 

ક્રમશઃ
આવતા ભાગમાં ફિલ્મની કહાની વિશે ચપટીક્…

15 comments:

  1. Sorry but OK! Article. Not good as always.

    ReplyDelete
    Replies
    1. I like it. Really... By heart. I will try my level best to never give u any chance to say this words again.

      Delete
  2. આપણા સહું માનો આઝાદ જો જાગી જાય લેખક મહાશય તો આ દેશમાં રામરાજ આવી જાય. આપણી અંદરનો આઝાદ સુતો છે અથવા તો આપણી નબળાઇને કારણે આપણે એને જાણી જોઇને સુવડાવી રાખ્યો છે માટે જ આવા પાણી વગરનાં નેતા અને ગુનેગારો આપણી પર રાજ કરી જાય છે. અન્યાય સામે અવાજ ન ઉઠવવો પણ એક ગુનો જ છે. ઘનશ્યામભાઇની હિંમતને સલામ કે પરિણામની પરવા કર્યા વગર એ અન્યાય સામે અવાજ ઉઠાવે છે. કાશ! આપણે આઝાદ ન થઇએ તો કંઇ નહીં પણ ઘનશ્યામ તો થૈએ.

    ReplyDelete
    Replies
    1. Madhavbhai, Thanks for appreciation in your comment.

      Delete
    2. You are right dear Joshi, but we all are surrounded with our lots of personal problems and worry. If anyone want to overcome and become rebel then he or she will throw next day or other people around him or her will force them to stop whatever they are doing.

      So its fact.

      And one more thing, I really like the line that, If we can not become 'Azad' then we should try to become atleast 'Ghanshyam'... superb yaar.

      Delete
  3. Good but not best...! Good to read your confession.

    ReplyDelete
  4. આપણી સહનશક્તિ તો સાહેબ! ભલભલા ઋષિમુનીઓનાં તપ, સાધનાને પણ ઝાંખી પાડી દે એવી છે, અને આપણી યાદશક્તિ પણ. ગમે એવી ઘટના બને કે પોતાની સાથે પણ ગમે એવું અઘટિત બને. તો થોડા દિવસ મનમાં ચચરશે અને પછી પરિસ્થિતિ થાળે પાડી વળગો કામધંધે. શું કહેવું છે આ વાત સાચી છે.

    Well said!!!

    ReplyDelete
    Replies
    1. વાહ! શું વાત કહી અશોકભાઇ. સાવ સાચી વાત છે. અને આમ જ થાય છે. નહી તો શું માત્ર ૫૭૨ (આશરે) ની બનેલી સંસદ અને તેના સભ્યો શું લાયક છે કે આપણા પર રાજ કરે?

      Delete
  5. જીગ્નેશભાઈ તમારા લેખ માં મને સ્થાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર, તમારા લેખ ખરેખર ખૂબ સારા હોઈ છે. તમે આવી રીતે હંમેશા આગળ ને આગળ વધો તેવી મારી શુભકામના.
    મને જ્યાં જ્યાં અન્યાય લાગ્યો છે ત્યાં ત્યાં મેં હંમશા વિરોધ નોધાવ્યો છે અને હજી સુધી તો મને તેમાં સફળતા મળી છે.

    ReplyDelete
    Replies
    1. આભાર ભાઇસાહેબ...! લેખ મુક્યાનાં ૨ દિવસ પછી તમે જાગ્યા. આ લેખ જ્યારે તમને સમર્પિત કરેલ ત્યારે મને હતું કે તમારો પ્રતિભાવ સૌપ્રથમ સાંપડશે. પણ આશા તો અમર છે ને. (પુરી થાય તો બેચારી મરી જાય...)

      Delete
  6. After so many day's, have find your blog address from facebook. We have read your some of your post & it's very nice...

    ReplyDelete
    Replies
    1. ધન્યવાદ અને આભાર બંને સાથે. ધન્યવાદ એ માટે કે હવે મારા લેખો શોધવા નેટ ફંફોળ્યું. અહીં તો એવા પણ ઘણા છે કે જેને આ લેખ પુરો સમર્પિત કરેલ હોય, 'એમને' પ્રતિભાવ આપવાનો પણ સમય મળતો નથી.

      આભાર એ માટે કે તેં વાંચી. (જો કે હવે તો ઘણા વાંચે છે.)

      વાંચતો રહેજે દોસ્ત, અને તારા પ્રતિભાવો આપતો રહેજે...

      Delete
  7. ભલે એક જ ગીત હોય પણ ઉમદા ગીત આપ્યું અમર ઉત્પલે.

    ક્રમશઃ ની રાહમાં........

    ReplyDelete
    Replies
    1. ખરેખર... આ ગીત સરસ નહીં ખુબ સરસ છે. ફિલ્મ માં ત્રણ વાર રીપીટ થાય છે.

      Delete