Sunday 20 October 2013

શ્યામલ સૌંદર્યઃ સ્મિતા પાટીલ…

મૂળે એ દૂરદર્શનની ન્યુઝ રીડર. આર્ટ અને કમર્શિયલ ફિલ્મોમાં એણે ઊંડી છાપ છોડી. અકાળે વિદાય લેનાર આ અપ્રતિમ અભિનેત્રીની વાતો મમળાવીએ…




        દુનિયાએ પહેલીવાર સ્મિતા પાટીલને દૂરદર્શન મુંબઇની મરાઠી ચેનલ પર ‘બાતમ્યા’ (સમાચાર) વાંચતી જોઇ હતી. દર્શકો એનાં બોલકા ચહેરાથી ખૂબ પ્રભાવિત હતાં. એની વિશાળ બદામી આકારવાળી ઊંડી આંખો થકી મંત્રમુગ્ધ થતાં. અને મરાઠી આર્ટ ફિલ્મ જગતથી માંડી હિન્દી આર્ટ ફિલ્મો સુધી આ ન્યુઝ રીડરની ચર્ચા શરૂ થઇ. ન્યુઝ રીડર તરીકે એણે પ્રભાવ જમાવવાનો આરંભ કર્યો ત્યાં જ એને ફિલ્મોની ઓફર્સ મળવા માંડી.

        સ્મિતા તો પોતાના સ્તર, આદર્શ અને વિચારો સાથે મેળ ખાય એવી જ ફિલ્મો કરવા ઇચ્છતી હતી. તેથી જ મોટા પ્રોડ્યુસર્સ એનો એપ્રોચ નહોતા કરતાં. સ્મિતા નાચ-ગાનવાળી સામાન્ય ફિલ્મો કરવા નહોતી ઇચ્છતી. તેથી જ એણે એક્ટિંગ સરિયર શ્યામ બેનેગલ સાથે શરૂ કરી. ‘નિશાંત’ એની પહેલી ફિલ્મ. પછી ‘મંથન’ અને હંસા વાડકરની આત્મકથા સાંગત્યે ઐકા પર આધારિત ‘ભૂમિકા’ થકી એણે ચિતાર આપી દીધો હતો કે એ કયા માર્ગે આગળ વધવા માંગે છે. ફિલ્મ ‘નિશાંત’ નામ શુટિંગ વખતે સ્મિતા કોઇ એંગલથી અભિનેત્રી નહોતી લાગતી. શોટ આપ્યા પછી એ સ્પોટ બોય્ઝ સાથે મજાક-મશ્કરી કરરી તો ક્યારેક બાળકો દેખાય તો એમની સાથે રમવા માંડતી. લંચ દરમ્યાન યુનિટવાળા સાથે બેસતી અને એમના ટિફિનમાંથી જમતી. ટિફિનના નામે સ્મિતા પાસે સ્ટીલનો એક નાનકડો ડબ્બો રહેતો. એમાં માંડ છ રોટલીઓ અને શાક સમાતા. કેટલીયેવાર લંચ વખતે એ ચાર રોટલીઓ અને શાક યુનિટ મેમ્બર્સમાં વહેંચી દેતી અને પોતે બાકી રહેલી બે રોટલીથી કામ ચલાવી લેતી.

        ફિલ્મ ‘પેટ, પ્યાર ઔર પાપ’ નું શુટિંગ મુંબઇની ધારાવીની ઝુપડપટ્ટીમાં થયું હતું. ત્યાં સ્મિતા દરરોજ ઝુપડપટ્ટીનાં ગરીબ બાળકોને પોતાનું ભોજન જમાડતી. એનાં વ્યક્તિત્વનો સૌથી મોટો ગુણ એ કે બીજાઓ માટે મનમાં હંમેશા નિઃસ્વાર્થ પ્રેમ અને આદરભાવ રાખતી. નિર્દેશક હોય, કલાકાર હોય કે સ્પોટ બોય, સ્મિતાની નજરે દરેક માણસ પ્રેમ અને આદરને પાત્ર રહેતો. અભિનેત્રી તરીકે એ અલગ અને અજોડ હતી. હોમવર્ક એ જરાય નહોતી કરતી. સેટ પર પહોંચીને સૌપ્રથમ નિર્દેશક સાથે દ્રશ્યોને મગજમાં ઉતારી લેતી. કેમેરા સામે આવતાં જ સમગ્ર પાત્રમાં ઓતપ્રોત થઇ જતી હતી. ‘નિશાંત’, ‘ભૂમિકા’, ‘ધ નક્સલાઇટ્સ’, ‘કોંડુરા’, જયવંત દળવીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નવલકથા પરથી બનેલી ‘ચક્ર’, ‘બાઝાર’, ‘મંડી’, ‘દિલ-એ-નાદાન’ ગોવિંદ નિહલાનીની ‘અફલાતૂન’, અર્ધ સત્ય’, ‘રાવણ’ મહેશ ભટ્ટ્ની ‘અદ્દ્ભૂત’, ‘અર્થ’, ‘ચટપટી’, ‘સુબહ’, ‘વારીસ’ જેવી ફિલ્મોમાંના પોતાના પાત્રને એણે જીવંત બનાવ્યા હતાં.

        સ્મિતાનાં વ્યક્તિત્વનો કરિશ્મા દર્શાવતો આ કિસ્સો. મા બન્યા પછી એ કમળીનો ભોગ બનેલી. એના માટે લોહીની તાતી અને તાત્કાલિક જરૂર પડેલી. ત્યારે મુંબઇની જસલોક હોસ્પિટલની બહાર હજારોં રક્તદાતા કતારમાં ઊભા રહ્યા હતાં. હોસ્પિટલની સામે જ બ્લ્યુ સ્ટાર નામનું ક્લિનિક હતું. ત્યાં બ્લડ ગ્રુપ ચેક કરીને લોહી એકઠું કરવામાં આવતું અને બોટલ સીધી હોસ્પિટલનાં ટેબલ પર પહોંચી જતી. આટલો પ્રચંડ આદર અને સ્નેહ નિઃસંદેહ દરેક એક્ટ્રેસને નથી મળતો.

        ‘નિશાંત’ સ્મિતાની પહેલી ફિલ્મ ખરી. પણ એણે પહેલીવાર કેમેરાનો સામનો કરેલો ચિલ્ડ્રન ફિલ્મ ‘ચરણદાસ ચોર’ માટે. પત્રકારો સાથે એ ચર્ચા કરતી ત્યારે કમર્શિયલ ફિલ્મો પ્રત્યે ભારે ઉદાસીન અને અસંતુષ્ટ વર્તાતી. એ અચૂક કહેતી કે હું મસાલા ફિલ્મોથી અળગી જ રહેવા ઇચ્છું છું. એટલે જ એની કોઇ કમર્શિયલ ફિલ્મ ફ્લોપ થતી ત્યારે એને જરાય ફરક પડતો નહોતો. જાણે એવી વ્યર્થ ફિલ્મોનું ભવિષ્ય એ અગાઉથી જ જાણતી હોય! ‘ભીગીં પલકેં’ થી એક નવો હીરો અને નવો પુરૂષ સ્મિતાનાં જીવનમાં આવ્યો, નામે રાજ બબ્બર. એ એક એવો મિત્ર, સાથી અને પ્રેમી સાબિત થયો જેણે સ્મિતાનાં જીવનનો પ્રવાહ પલટી નાખ્યો. આ ફિલ્મનાં શૂટિંગ દરમ્યાન બંને ખૂબ નિકટ આવી ગયાં. જે સ્મિતા અગાઉ કોમર્શિયલ ફિલ્મોથી આઘી રહેતી એ રાજની નિકટતાને કારણે વધુ કોમર્શિયલ ફિલ્મો કરવા માંડી. ‘તજુર્બા’, ‘મેરા ઘર મેરે બચ્ચે’, ‘ચટપટી’, ‘શપથ’, ‘તીસરા કિનારા’, ‘નમક હલાલ’ એવી ફિલ્મો હતી જે સ્મિતા પાટીલનાં અભિનય સ્તર સામે મોળી હતી. વાત સ્પષ્ટ હતી કે આવી ફિલ્મો એ માત્ર રાજ ખાતર કરતી. જેથી બેઉ વધુ નિકટ રહી શકે. દિલચસ્પ અને નોંધનીય એ હતું કે એ વખતથી મસાલા ફિલ્મો સામે નારાજગી દર્શાવવાનું સ્મિતાએ બંધ કરી દીધું.



        રાજ બબ્બર એક પરિણીત પુરૂષ હોવાં છતાંયે બેઉએ લગ્ન કર્યા. પછી બેઉનાં પોષાકમાં પણ ગજબનું પરિવર્તન આવ્યું. અગાઉ હંમેશા જીન્સ-ટીશર્ટમાં દેખાતી સ્મિતા લગ્ન પછી સાડીમાં દેખાવા લાગી. તો રાજ બબ્બર કુર્તા-પાયજામા પહેરતો એમાંથી પેન્ટ-શર્ટમાં દેખાવા માંડ્યો. પોષાક જ નહીં પણ બંનેનાં વ્યક્તિત્વમાં પણ નવા રંગ અને નવો ઉલ્લાસ અને જોમ ઝળહળવા લાગ્યું. માતૃત્વનો લહાવો મેળવી પ્રતિક સમાન સ્વસ્થ અને સુંદર દિકરાને જન્મ આપ્યા પછી સ્મિતાનાં ચહેરા પર પ્રસન્નતા દેખાતી હતી.

        ડાયરી લખવાનો શોખ સ્કુલમાં ભણતી ત્યારથી જ સ્મિતાને હતો. દિનચર્યા ઉપરાંત જીવનનાં અંગત અનુભવો એ ડાયરીમાં નોંધતી. એની ડાયરીમાં નવલિકાઓ અને કાવ્યો પણ રહેતાં, અને એવી પણ વાતો જે એ કોઇને કહી નહોતી શકતી. કેટલીયે વાર દિલનો બોજ એ રોજનિશી લખીને હળવો કરી લેતી. સ્મિતાનાં આ સ્વલેખનથી એક વાત તો સ્પષ્ટ થતી કે એ એક ગંભીર ચિંતક અને અંતર્મુખી સ્વભાવની સ્ત્રી હતી. જીવનની દરેક પ્રતિતિ, દરેક અનુભવ અને પળને સમજવાનો એ પ્રયત્ન કરતી. સ્મિતા કેટલી હદે ભાવુક અને સંવેદનશીલ હતી એ એની ડાયરીનાં પાનામાં સ્પષ્ટ ઝળકે છે.

        સ્મિતાની ડાયરી આજેય રાજ બબ્બર પાસે મધુર સ્મૃતિનાં ખજાનાની જેમ સચવાઇ છે. અભિનેત્રી તરીકે પણ એ પોતાની અંદરની સ્ત્રીનું સ્વાભિમાન અકબંધ રાખવા પ્રતિબધ્ધ હતી. એક ઇન્ટરવ્યુમાં એણે કહેલિં કે એને એવાં દ્રશ્યો ભજવવામાં ખૂબ આનંદ અને સંતોષ મળે છે જેમાં નારીશક્તિ ઝળકે. પડદા પર સ્મિતા સ્ત્રીને શક્તિશાળી દેખાડવા જ ઇચ્છતી હતી. સ્ત્રીશક્તિનો પરચો દર્શાવતી તેની ફિલ્મ ‘વારીસ’ એને અન્ય ફિલ્મોથી વધુ સારી લાગેલી. પડદે શક્તિશાળી સ્ત્રીને ન્યાય આપતી સ્મિતા પરિવારમાં જો કે સહજ, ભાવુક અને સરળ હતી. તેથી જ ફિલ્મી દુનિયામાં એ કેટલાયની દીકરી તો કેટલાયની દીદી હતી. એનાં ફેન લેટર્સમાંયે મોટાભાગનાં એને દીદી તરીકે જ સંબોધતા.

        ફિલ્મોમાં ભલે એ મોંઘા અને ગ્લેમરસ પોષાક પહેરતી, પણ અંગત જીવનમાં કાયમ સાદા પોષાકમાં જ રહેતી. સ્વભાવે ભાવુક સ્મિતા ખૂબ તંગ સ્થિતિમાં રડી પડતી. ગાયનેકોલોજીસ્ટે એની ડીલીવરી પછી જ્યારે એને જણાવ્યું કે એ દિકરાની માં બની છે ત્યારે પ્રસન્નતાથી એ ધ્રુજવા માંડેલી. રાજ એની પાસે જ હતો.


        રાજની પ્રથમ પત્નિ નાદિરા અને બબ્બર ફેમિલીની સ્વીકૃતિ એને આસાનીથી નહોતી મળી. સ્મિતાએ તેમ છતાં પોતાના સારા સ્વભાવથી સૌનાં મન જીતી લીધાં હતાં. બદનસીબ એટલી કે દાંપત્યજીવનનું સુખ લાંબુ ભોગવી ન શકી. માત્ર ૩૧ વર્ષની આ કુશળ અને સંવેદનશીલ અભિનેત્રી ૧૩મી ડિસેમ્બર ૧૯૮૬નાં રોજ મૃત્યુ પામી. છતાંયે આ લખનારની જેમ લાખો, કરોડો ચાહકોનાં હ્રદયમાં એ જીવે છે. 


16 comments:

  1. મેઘ ખાગડ21 October 2013 at 10:34

    મારી સૌથી ફેવરીટ અભિનેત્રી. સ્મિતા પાટિલ અભિનય એટલી સહજતાથી કરતી હતી કે એ અભિનય પરંતુ આપણને વાસ્તવિકતા લાગે.

    આજે પણ એ એનાં અદ્દ્ભૂત સૌંદર્ય અને સહ્જ અભિનયને કારણે જીવિત છે.

    ReplyDelete
    Replies
    1. છે જ. સફળ લોકો ક્યારેક યાદમાંથી ભુસાઇ જાય. સહજ છે આ ભાવ. પણ સારા લોકો તો હંમેશા યાદ રહે જ. તેમનો ખાલીપો હંમેશા એમની યાદોથી ભરેલો જ રહે.

      આભાર દોસ્ત.

      Delete
  2. ગુજરાતીમાં જેને આપણે કાળી પણ કામણગારી કહીયે એવી, કામણગારી અભિનેત્રી. અને સાવ કહેવત જેમ કાળી પણ નહીં. ભીને વાને. સાદગીસભર બેનમૂન ખુબસુરતીનો સમાનાર્થી શબ્દ એટલે સ્મિતા. અંગત રીતે સ્મિતાની મને ફિલ્મ 'મિર્ચ મસાલા' વધુ ગમેલી.

    ReplyDelete
    Replies
    1. અદ્દભુત વાત...!

      મને પણ ગમેલી. સ્મિતાનો અભિનય ફિલ્મ 'અર્થ'માં વિશેષ રીતે ફ્રેમ કરવામાં આવ્યો છે.

      Delete
  3. Superb. I like it. Specially its about one of my favorite actress (not heroin). She was a true artist. We all really missed her a lot.

    ReplyDelete
    Replies
    1. Yaah.. you said it. Smita was not heroin. Very true. She was an actress.

      Delete
  4. एक अच्छी अदाकारा की अचानक से एक्झीट. स्मिता पाटील वाकई में हिन्दुस्तानी सिनेमाकी ५ सर्वश्रेष्ठ अभिनेत्रीओं में से एक है । आज तलक वो स्थान उनकी गैर मौजुदगीमें रिक्त पडा है ।

    ReplyDelete
    Replies
    1. बिल्कुल सही फरमाया आपने, महेश. स्मिता की जगेह ले सके ऐसा दम खम, आजकी हिरोइनोमें से मेरे खयाल से सिर्फ एक है, और वो है - विधा बालन.

      Delete
  5. Smita Patil indeed a best of the best actress in her time. Really it was a biggest loss for film industry as well her fans too, on her sudden death.

    ReplyDelete
    Replies
    1. Sorry Ashish, not only of her time. She is one of the best actress we ever have.

      Delete
  6. સુંદર આલેખન. સ્મિતા પાટીલનાં જીવનની આછડતી અને સ્પર્શતી વાતો મમળાવવાની જમા આવી.

    ReplyDelete
    Replies
    1. મજા આવીને...? બસ મારે બીજું શું જોઇએ.

      Delete
  7. આર્ટ ફિલ્મોમાં એણે ઊંડી છાપ છોડી. અકાળે વિદાય લેનાર અપ્રતિમ અભિનેત્રી.

    ReplyDelete
    Replies
    1. આર્ટ ફિલ્મોની જેમ જ સ્મિતાએ મસાલા ફિલ્મોમાં પણ એની નોંધ લેવી પડે એવો જ અભિનય કરેલો. શક્તિ, નમકહલાલ, આખીર ક્યું, વગેરે ફિલ્મો છે જ.

      Delete
  8. Nice Article.

    ReplyDelete