Monday 20 January 2014

જાને ભી દો યારોં... (ભાગ ૨)

વ્હાલા વાંચકો,
         ગત દિવસોમાં અત્યંત વ્યસ્તતાને કારણે નિયમીતતા ચુક્યો. માટે તહે દિલસે માફી માંગુ છું... અને મારા વાયદા મુજબ લ્યો ત્યારે.

જાને ભી દોં યારોં ફિલ્મની સ્ટોરી ખુબ સિમ્પલ છતાંય અત્યંત હાસ્યસભર છે. કહાની કંઇક આવી છે…



        વિનોદ (નસિરૂદ્દિન શાહ) અને સુધીર (રવિ વાસવાની) બંને ખુબસુરત ફોટો સ્ટુડિયો ચલાવતાં હોય છે. કહાનીનો ઉઘાડ મતલબ કે ફિલ્મની શરૂઆત જ અહીંથી થાય છે. આ બંને મિત્રોએ પોતાના સ્ટુડિયોનો ઉદ્દ્ઘાટન સમારોહ યોજેલો હોય છે અને કોઇ કરતાં કોઇ મહેમાન કે ગ્રાહક ન ફરકતાં પોતાનો ગુસ્સો કે ફ્સ્ટ્રેશન એકબીજા પર ઠાલવે છે… આમ ફિલ્મની શરૂઆત થાય છે.

        ફિલ્મમાં બંને નાયકો ખુબજ ઇમાનદાર અને મહેનતુ બતાવ્યા છે. પરંતુ ‘નસીબ હી હો જાંડુ તો ક્યા કરેગા પાંડુ…’ મતલબ માત્ર ઇમાનદારી અને મહેનતથી પેટ નથી ભરાતું. પૈસા કમાવવા માટે થોડી ચાલાકી અને થોડું જોખમ લેવું પડતું હોય છે. બસ, આ વાતને સમજીને બંને મિત્રો એક મેગેઝીન (ખબરદાર) માટે સ્ટીંગ ફોટોગ્રાફ્સ પાડી લાવવાનું કામ હાથમાં છે અને શરૂ થાય છે ફિલ્મનો રોલર કોસ્ટર ટાઇપનો સ્ક્રિન પ્લે.

        ખબરદાર મેગેઝીન સમાજમાં અને ખાસ કરીને સરકારી ઓફિસોમાં ચાલતી સરકારી બાબુ અને ઠેકેદારો – કોન્ટ્રાકટરો અને મોટા મોટા કોર્પોરેટ હાઉસની મીલીભગતનો પર્દાફાશ કરતું અને જરૂર પડે સ્ટીંગ ઓપરેશન થકી આ પોલ જનતા સમક્ષ લાવવાનું કામ કરતી હોય છે. એમ સમજી લો ને કે એ જમાનાનું ‘તહલકા’. અને આપણાં તરૂણ તેજપાલની ભૂમિકામાં છે શોભાજી(ભારતી બર્વે) – તંત્રી તરીકે. આ શોભાજી પણ છેવટે તો માણસ જ છે. માણસ માત્ર પૈસાપાત્ર થવા ઇચ્છે છે તો શોભાજી પણ શા માટે બાકાત રહી જાય?

        ખબરદારનાં તંત્રીને એ વાતની જાણકારી મળે છે કે કમીશ્નર ડિ’મૅલો(સતીશ શાહ) અને બિલ્ડર તરનેજા (પંકજ કપુર) વચ્ચે કોઇ ગુપ્ત મંત્રણા યોજાવાની છે. આ મંત્રણાની રજેરજની ખબર જાણવા તંત્રી બંને (વિનોદ અને સુધીરને) આ કામ સોંપે છે અને સાથે તે પણ જાય છે. આ મંત્રણામાં કમિશ્નરને આ બિલ્ડર તરનેજા દ્વારા તરનેજાની કંપનીને એક મોટો કોન્ટ્રાક્ટ આપવા માટે ખુબ મોટી રકમની લાંચ આપવામાં આવે છે. તરનેજાનો હરીફ એવો આહુજા (ઓમ પુરી) પણ આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે કમિશ્નરને લાંચની ઓફર કરે છે. આ વાતની રજેરજની માહિતી અને ફોટોગ્રાફ્સ મેળવીને વિનોદ અને સુધીર તંત્રીની નજરમાં હિરો બની જાય છે.

        વાતવાતમાં એક જાહેરાત દ્વારા સુધીર, વિનોદને જાણ કરે છે કે મુંબઇમાં સ્પેશ્યલ ફોટોગ્રાફ્સનું એક પ્રદર્શન યોજાવાનું છે અને પ્રથમ વિજેતાને રૂ. ૫૦૦૦/- નું રોકડ ઇનામ મળશે. હવે ગર્દિશનાં એ દિવસો અને કારમા સંઘર્ષ સમયે આ રૂ. ૫૦૦૦/- તો જાણે કરોડો રૂપીયાની લોટરી મળવાની એવા વહાલા લાગે ને…! બંને મિત્રો જાતજાતનાં અને ભાતભાતનાં એંગલથી શક્ય એટલા ફોટોઝ પાડે છે અને રાતે તેને ડેવલોપ કરતી વખતે તેમને જાણ થાય છે કે મુંબઇ મ્યુનિસિપલ કમિશનર મી. ડી’મૅલો (સતીશ શાહ) નું ખુન શહેરનાં અગ્રગણ્ય બિલ્ડર એવા તરનેજા(પંકજ કપુર)એ કર્યું છે. આ વાતનો પુરાવો રમતરમતમાં મળી જાય છે ખાસ કરીને વિનોદને.

         વિનોદ અને સુધીર સાથે મળીને કમિશ્નર ડી’મૅલોની લાશને શોધી કાઢે છે અને આ વાતની જાણ તંત્રી શોભાજીને કરે છે. પરંતુ શોભાજી, તરનેજા સાથે મંત્રણા કરી આ વાતને સગેવગે કરવા ખુબ મોટી રકમ લઇ લેવાનું નક્કી કરી એમાંથી થોડો ભાગ આ બંને નમુનાઓને પણ આપવાનું કહે છે.

        લાશને તો તરનેજાએ આ બંનેનાં હાથમાં પડે એ પહેલાં જ ગાયબ કરાવી દીધી હોય છે. આ લાશને તે તેની કંપની દ્વારા બનાવાયેલ ફ્લાયઓવરનાં પાયામાં દટાવી દે છે. આ લાશને સુધીર, વિનોદ શોધી કાઢે છે પણ લાશને જે તે સ્થળે છોડીને તેને ત્યાંથી ભાગવું પડે છે. હવે આ લાશ નશામાં ધૂત આહુજાને મળે છે આ સીન પણ મજેદાર બન્યો છે… દારૂડીયો આહુજા લાશ સાથે વાત પણ કરે છે અને એના કોફિનને નવી ગાડી ને નવું મોડલ સમજે છે. લાશને પોતાની ગાડી પાછળ બાંધી (ટૉ) કરી એનાં ગેસ્ટ હાઉસમાં મુકી દે છે. ત્યાં સુધી એને ખબર નથી હોતી કે આ લાશ છે અને એ પણ કમીશ્નર ડિ’મૅલોની…

        હવે આ તરફ મંત્રણામાં નક્કી થાય છે કે શોભાજી લાશને તરનેજાને સોંપી દેશે. શોભાને પૈસા ન આપવા પડે એ માટે શોભાનાં હાથમાં આવે એ પહેલા લાશ તરનેજાને જોઇએ છે. તરનેજાને ફસાવવા આહુજાને પણ લાશ જોઇએ છે, (જે હકીકતે તેની પાસે જ છે પણ નશાને કારણે તે ઓળખી-સમજી નથી શકતો). આતરફ પોલીસને સોંપવા માટે સુધીર-વિનોદ પણ લાશને શોધે છે. હવે, લાશ તો પડી છે આહુજાનાં ગેસ્ટ હાઉસમાં. તો સાહેબ, લાશ મેળવવા આ બધા લોકો જે રીતે મહેનત કરે છે એ સીન તો આ ફિલ્મની લાઇમલાઇટ છે…

        દોડભાગ અને ભાગમભાગ કરતાં સહુ એક ઓડીટોરીયમમાં ઘુસી જાય છે જ્યાં ‘મહાભારત’નું નાટક સ્ટેજ પર ભજવાતું હોય છે. આ નાટકમં દ્રૌપદી તરીકે સુધીર-વિનોદ કમીશ્નરની લાશને ગોઠવી દે છે જે આ બાકીની મંડળીને ખબર પડી જાય છે અને સ્ટેજ પર સહુ એક પછી એક એન્ટ્રી મારીને દ્રૌપદી બનેલી લાશને પોતાના કબજામાં લેવાની કોશીશ કરે છે અને ઓડીટોરીયમનાં દર્શકોની જેમ જ ફિલ્મ જોનારા દર્શકોને પણ આ સીન પેટપકડીને હસાવે એવો બન્યો છે.

        આ લખનારનાં નમ્ર નિવેદન મુજબ મેં જોયેલા દસ હાસ્યાસ્પદ કે કોમેડી સીનમાં આ સીનનો નંબર પહેલો આવે. અને સીન પણ ખાસ્સો એવો લાંબો છે દોસ્તો. એટલે લાંબા સમય સુધી મોજ જ મોજ અને હસે જ રાખવાનું રહે.

        છેવટે સાહેબ, આ બધા લુચ્ચા અને લફડાબાજો પોલીસને ફોસલાવી પટાવીને બધો દોષ આ બંને નમુનાઓ પર નાખી દે છે અને અંતમાં ‘સત્યમેવ જયતે…’ (કટાક્ષમાં)


2 comments:

  1. મેઘના...21 January 2014 at 18:41

    આ શરતી માફી આપવામાં આવે છે. સાથે સાથે એ પણ કહેવાનું એ આ વખતે કહાની કેમ વ્યવસ્થિત નથી લખી? છુટા્છવાયા સીન્સ જોતા હોઇએ એવું લાગે છે. ક્યાં ગયો અમારો કહાનીકાર કે સ્ટોરી ટેલર?

    ReplyDelete
  2. I agree with the previous chat.

    ReplyDelete