ફિલ્મમાં અનેકોનેક સીન્સ એવા ફિલ્માવવામાં આવ્યા છે કે અનુરાગ કશ્યપને
ઊભા થઇને સલામ કરવી પડે. મારા ગમતાં સીનને મેં અહીં લખ્યા છે, પણ વાચકરાજાઓ, આવા તો
કંઇક સીન્સ છે આ ફિલ્મ મહીં. સાથોસાથ આ ફિલ્મ સાથે જોડાયેલી અમુક અજાણી વાતો પણ અહીં
આપી છે. મમળાવજો.
૦૧. ‘મુસ્કાન’માં જ્યારે જીલમીલ અને
બરફી એક બીજાને મળે છે ત્યારે એક સરસ મજાનો સીન નિર્દેશકે ફિલ્માવ્યો છે, જેમાં એક
પણ સંવાદ નથી પણ માત્ર અને માત્ર અભિનય દ્વારા જ કહેવાયું છે કે બરફી પર શ્રુતિનો નહીં
પણ જીલમીલનો અધિકાર છે, અને જીલમીલથી બરફીને કોઇ જુદુ નહીં કરી શકે. જ્યારે બરફી એક
પછી એક રૂમમાં જીલમીલને શોધતો હોય છે ત્યારે તેની પાછળ પાછળ દોડી આવેલી શ્રુતિને જોતાં
જ જીલમીલ બરફીને આડશમાં પુરી લે છે.
૦૨. આ પહેલાં પણ જ્યારે બરફી અને શ્રુતિ,
જીલમીલને શોધતાં મુસ્કાનમાં આવે છે, ત્યારે ‘દાજુ’ ની બોડી લેંગ્વેજ થી બરફીને અંદાજ
આવી જાય છે કે તેઓ જુઠુ બોલી રહ્યા છે, હકીકતમાં જીલમીલ અહીં, ‘મુસ્કાન’માં જ છે અને
જે રીતે રૂમે રૂમે બરફી જીલમીલને શોધે છે તે પરથી અને ત્યાર બાદ તેમનાં નાનપણથી જ ઉપયોગમાં
લેવાતો કોડવર્ડ બરફી તેનું બુટ કાઢીને ઊંચે ઉછાળે છે, વારંવાર. જે જીલમીલ જુએ છે અને
તેને ફરી એ વાતનો અહેસાસ થાય છે કે બરફી પણ તેને ચાહે છે. પણ જીલમીલ તરફથી કોઇ પ્રતિસાદ
ન મળતાં છેવટે શ્રુતિ અને બરફી આ સંસ્થા છોડીને ચાલી નીકળે છે ત્યારે પાછળથી જીલમીલ
બરફીને સાદ પાડે છે પણ બરફી તો મુંગો-બહેરો છે એ થોડો આ સાદને સાંભળી શકવાનો. સાદ શ્રુતિ
સાંભળે છે… હવે ઘડી આવી પહોંચી કે શ્રુતિ બરફીને જાણ કરે કે જીલમીલ અહીં છે જો સામે
રહી તો બરફી તેનાંથી હંમેશ જુદો થઇ જવાનો, અને જો જીલમીલનો અવાજ સાંભળ્યો હોવા છતાંયે
ન સાંભળ્યો કરીને ચાલી નીકળે તો બરફી હંમેશા તેની પાસે રહેશે અને તેનો સાથ મળશે. શું
કરવું? જે પ્રેમને પામવા તેણે પોતાની ઝિંદગી, માતા-પિતા, પતિ સૌને પાછળ છોડી દીધા તેને
સાથે લઇને ચાલી નીકળવું કે બરફીને જીલમીલને સોંપી દેવો?
છેવટે જીત સાચા પ્રેમની થાય છે જે શ્રુતિને અનુભવાય છે કે જીલમીલ
અને બરફી જ એક બીજાનાં છે. અને તે બરફીને જીલમીલ સાદ કરે છે તેની જાણ કરે છે.
૦૩. ફિલ્મ શરૂ જ થાય છે મુસ્કાન નામની
સંસ્થાને પડદા પર દેખાડતા દ્રશ્ય સાથે. આ સાથે એ દ્રશ્યમાં ઝાડ નીચે ત્રણ લોકો એકોર્ડીયન,
વાયોલિન અને એકોસ્ટીક ગીટાર વગાડતાં જોઇ શકાય છે. આ લોકો ફિલ્મની શરૂઆતથી જ વાર્તા
સાથે જોડાયેલા છે અને બેકગ્રાઉન્ડ સંગીત કે જે ગણો તે આ ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટમાં જ વાગે
છે. ફિલ્મનો છેલ્લો સીન પુરો થાય અને આ ત્રણે જણાં પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ ઉઠાવીને ચાલતા
થાય છે.
૦૪. ફિલ્મમાં જ્યારે શરૂ થાય છે અને
રૂમમાં બરફી સવારનાં તડકામાં શ્રુતિને કરેલ વાયદા મુજબ એક સારો ફોટો મરતાં પહેલાં આપવાની
વાત યાદ કરીને કેમેરો કાઢી ફોટો પાડે છે જેમાં બરફી એક વૃધ્ધ વ્યક્તિ દેખાય છે. ફોટો
પડી ગયા પછી ખુરસીમાંથી ઊભો પણ નથી થઇ શકતો.
૦૫. ફિલ્મમાં બરફી, સ્મોકિંગ કરે છે,
દારૂ પીવે છે પણ તમે છતાંયે તેને ધિક્કારી ન શકો એટલો માસુમ પણ બતાવ્યો છે. ફિલ્મમાં
બરફી પોતાની મસ્તીથી તોફાનોથી આપણને હસાવે પણ છે અને પોતાના અભિનય દ્વારા રડાવે પણ
છે. બરફીનું દિલ તૂટે છે તો તેને પણ દુઃખ થાય છે તેની આંખમાં પણ આંસુ આવે છે. ત્યારે
તે પણ એક નાના બાળકની જેમ તેનાં પિતાની પાસે સુવા ચાલ્યો જાય છે. આંખમાં ઊંઘ નથી પણ
આંસુ છે અને જરૂર છે એક ખભાની, જેના પર માથું મુકીને હંમેશા હસાવતો, નાયક રડી શકે.
૦૬. આ આખા ફિલ્મમાં રણબીર કપુરને એક
પણ ડાયલોગ બોલવા નથી મળ્યો. માટે તેનો અવાજ માત્ર ફિલ્મ શરૂ થતાં જે ધુમ્રપાન અંગેની
જાહેર હિતની ચેતાવણી આવે તેમાં જ સાંભળવા મળે છે. બાકી પુરી ફિલ્મમાં ‘બરફી’ સિવાય
એનાં ભાગે માત્ર અને માત્ર અભિનય જ આવ્યો છે. જે તેણે પુરા દિલથી નિભાવ્યો છે.
૦૮. આ ફિલ્મ ૨૦૧૩નાં ઑસ્કર
ઍવોર્ડ માટે ભારત દેશની પ્રતિનિધિ તરીકે બેસ્ટ ફિલ્મ ઇન ફોરેન લેન્ગ્વેજ કેટેગરીમાં
મોકલવામાં આવેલ હતી.
૦૯. જેમ કહાની ૧૯૭૦ની પૃષ્ઠભૂમિ સાથે ફિલ્માવેલી છે,
માટે શ્રુતિનો મેકઅપ અને તેની સ્ટાઇલ તમામે તમામ ૧૯૭૦ની સાલ પ્રમાણેનાં જ બતાવવામાં
આવ્યા છે. આ ગેટ અપ નો આઇડિયા અનુરાગ કશ્યપને તેમની માતાનાં એ સમયનાં(૧૯૭૦ની સમયની
આસપાસનાં) ફોટાઓ જોઇને આવેલો અને આ ગેટઅપ ઇલિયાના ડિ’સૉઝાને ખુબ સરસ લાગે પણ છે અને
તે હકીકતે આ ગેટ અપ માં ખુબ સુંદર દેખાય છે.
૧૦. ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીની ઘણી બધી ટોપની હિરોઇનો એ શ્રુતિ
ઘોષનો રોલ કરવાની ના પાડી દીધેલી. કારણ ફક્ત એટલું જ કે આ રોલ સપોર્ટીંગ રોલ છે લીડ
રોલ નહીં. દક્ષિણ ભારત ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીની ટોપ હિરોઇન એવી ઇલિયાના ડિસૉઝા પણ અનુરાગ
કશ્યપની સાથે ખુબ લાંબી વાતચીતનાં અંતે રોલ સ્વિકારવા તૈયાર થઇ.
૧૧. એક સીન એવો છે જેમાં
શ્રુતિ દાર્જિલીંગ છોડીને જઇ રહી છે એવા સમાચાર ભોલા (બરફીનો મિત્ર) બરફીને આપે છે.
બરફી ટ્રેનમાં શ્રુતિને મળે પણ છે અને ઘડી બે ઘડી પછી ક્યારે મળશું એનો અહેસાસ પણ બંનેની
આંખોમાં દેખાય છે. પણ બરફી એક થાંભલા સાથે અથડાતા તેની સાઇકલનું ટાયર આગળ નીકળી જાય
છે, સાથે સાથે શ્રુતિની ટ્રેન પણ. કેમેરો ફોકસ થાય છે ગોળ ગોળ આમતેમ ફરતાં ટાયર પર
કે જે બરફીની જિંદગી જેવી છે તેનું સુચક છે અને શ્રુતિની ટ્રેન તેને લઇને આગળ વધી ગઇ
તે એ સુચવે છે કે શ્રુતિ જીવનમાં આગળ વધી જવી જોઇએ જ્યારે બરફી એની ફટીચર સાઇકલનાં
ટાયર જેવી આમતેમ અથડાતી કુટાતી જિંદગી જ જીવવાનો. આટલું પુરૂં થતાં જ કેમેરો ફંટાય
છે બરફીની પાછળ, જે ચિત્ર છે તેને આગળ લાવે છે. ચિત્ર છે ફિલ્મનું મુખ્ય પાત્ર જેમાંથી
સર્જાણું છે તે ‘મરફી’ રેડિયોનું મોટું પોસ્ટર અને તેની નીચે એકોર્ડિયન, વાયોલિન અને
ગીટાર વગાડતા આપણાં ત્રણ સાજીંદાઓ.
૧૨. આ ફિલ્મમાં બરફી તેનાં
દરેક Near & Dear ની એક જરા વિચીત્ર કહી શકાય એવી રીતની પરિક્ષા લે છે. પરિક્ષા
પણ કેવી? લેમ્પપોસ્ટને જરા અમથો ઢળતો રાખીને કાપી નાંખવાનો અને બરાબર ૧૦ ડગલે છેટે
એક બોટલ મુકવાની જેનાં પર આ લેમ્પ પોસ્ટ પડે. આ બધું થાય એ દરમ્યાન જે વ્યક્તિ બરફી
સાથે હાથ પકડીને પુરી ઘટનામાં સાથે ઊભી રહે તો પરિક્ષામાં પાસ. કારણ કે તેને એ વાતની
ફિકર હોય છે કે તે તેને છોડીને જતા તો નહીં રહે ને? જે આ પરિક્ષામાં પાસ થઇ જાય તે
તેની સાથે હંમેશ રહેશે તેવો તેને વિશ્વાસ હોય છે. માટે એક વાર તો તેનાં બાળગોઠિયા
‘ભોલા’ની પણ આ રીતની પરિક્ષા લે છે. પણ, ભોલા અને શ્રુતિ બંને આ પરિક્ષા પાસ નથી કરી
શકતાં. હવે વારી છે જીલમીલની!
અને એ પણ શા કારણે?
કારણ કે, કલકત્તામાં ફરી એક વાર બરફી શ્રુતિને મળે છે અને હવે શું શ્રુતિ તેની સાથે
રહેશે કે જીલમીલ? આ વાતનો ફેંસલો કરવા બરફી જીલમીલની પણ પરીક્ષા લે છે. હવે જે છોકરીને
સામે ટ્રેન આવતી હોય તો પણ ચીસ પાડવાની બુધ્ધિ ન હોય તેને માટે લેમ્પપોસ્ટ નું પડવું
શી વિસાતમાં? અને જીલમીલ આ પરિક્ષામાં પાસ થાય છે અને બરફી નક્કી કરે છે કે હવે તે
હંમેશા જીલમીલ સાથે રહેશે.
૧૩. શ્રુતિને પણ એ વાતની
પ્રતિતિ થઇ ગઇ હોય છે કે રણજીત સેનગુપ્તા (જીશુ સેન્ગુપ્તા) તેનું ભવિષ્ય નથી. તે તેની
સાથે ક્યારેય ખુશ રહી શકશે નહીં. આથી જ્યારે બરફીને જીલમીલનાં ખુનનાં આરોપથી છોડાવવા
માટે પોલીસ સ્ટેશને જઇ રહી હોય ત્યારે તેનાં પતિદેવ ખુબ સ્પષ્ટ ભાષામાં એ સુચના આપી
દે છે કે જો બહાર જવું જ હોય તો હવે ક્યારેય આ ઘરમાં પાછી આવતી નહીં.
શ્રુતિ પણ પોતાનાં
ઇરાદામાં આ વખતે ખાસ, ખુબ સ્પષ્ટ અને અડગ હોય છે. તે બધું જ છોડીને ચાલી નીકળે છે.
પરંતુ જીલમીલનાં અસામાન્ય સંજોગોમાં થયેલુ ખુન બરફીને મોટો આઘાત પહોંચાડે છે. અહીં
બરફી પુરી ફિલ્મમાં માત્ર બે જ વારમાં બીજી વાર રડે છે. તેનાથી જીલમીલનું મોત અથવા
તો દૂરી સહન નથી થતી. જે સબ ઇન્સ્પેક્ટરને બરફી એ ખુબ ખુબ હેરાન કરેલ હોય એ જ પો.સબ.ઇન્સ.
મી. દત્તા શ્રુતિને કહે છે કે બરફીને લઇને કંઇક દુર ચાલી જા.
હવે શ્રુતિ પણ બરફી
સાથે જ અને પાસે જ રહેવા માંગતી હોય છે માટે રેલ્વે સ્ટેશને ખુબ જ કશ્મકશ પછી બરફી
સાથે ચાલી નીકળે છે. તે માત્ર બરફી સાથે રહેવા માંગતી હોય, બરફી નો સાથ ઇચ્છે છે. સાથો
સાથ એ વાત પણ ખુબ સ્પષ્ટ રીતે જાણે છે કે બરફીનાં મન અને હ્રદયમાં જીલમીલ જ છે. તે
તેનું સ્થાન ક્યારેય લઇ નહીં શકે.
૧૪. શ્રુતિ જે જીલમીલ અને
બરફી મળ્યા પછી એકાંતવાસમાં પોતાનું જીવન વ્યતિત કરતી હોય છે, તેને બરફી પોતાનાં છેલ્લા
શ્વાસ ગણી રહ્યો છે એની જાણ કરવામાં આવે છે અને તે બરફીને છેલ્લી મળવા માટે દાર્જિલીંગ
પહોંચી જાય છે. અહીં શ્રુતિ એ વાત દર્શકોને જણાવે છે કે તેનાં નાના-નાની એકબીજાને ખુબ
ચાહતા હતાં અને જ્યારે તેનાં નાના મૃત્યુ પામ્યા તેનાં બીજા જ દિવસે નાની પણ મૃત્યુ
પામ્યા. જીવનભર તો બંને સાથે રહ્યા પણ મૃત્યુ પણ તેમને જુદા ન કરી શક્યું. હું પણ કંઇક
આવો જ અંત ઇચ્છુ છુ. (How Romantic!!!)
બીજા દ્રશ્યમાં જીલમીલ
બરફીની પાસે આવે છે અને તેની પાસે તેનાં બેડમાં સુઇ જાય છે અને સવાર પડતાં બરફીની સાથે
સાથે જીલમીલ પણ મૃત્યુ પામે છે. કારણ કે જીવતા જીવત બંને એકબીજાથી દુર થવા નહોતા ઇચ્છતા,
અને હવે મૃત્યુ પણ તેમને જુદા નહીં કરી શકે.
પરંતુ મિત્રો, સાથો પ્રેમ આપવામાં છે, પ્રિયજન
માટે ફના થઇ જવામાં છે. છોડીને પામવું એ નસીબ છે પણ જાણતા હોવા છતાં પણ છોડ્વું અને
છોડીને પણ જોડાઇ રહેવું એ જ સાચા પ્રેમની નિયતી અને ઓળખ છે.
હાં મિત્રો દરેક ફિલ્મની
જેમ આ ફિલ્મમાં પણ પ્રોડક્શન મેનેજરે અને નિર્દેશકે ખુબ ચીવટ રાખી હોવા છતાંયે અમુક
જગ્યાએ થોડા લોચા માર્યા જ છે. નાનકડી યાદી પેશ-એ-ખીદમત છે.
લોચો નં. ૦૧. બરફીની પાછળ જ્યારે સબ ઇન્સ્પેક્ટર દત્તા દોડે છે
ત્યારે પાછળ એક જગ્યાએ ‘વોડાફોન’ નું બોર્ડ દેખાય છે. જ્યારે ફિલ્મ ૧૯૭૦ની પૃષ્ઠ ભૂમિમાં
બનેલી હોય છે, ત્યારે યાર, મોબાઇલ ફોન ક્યાં હતાં.
લોચો નં. ૦૨. ફિલ્મનાં ગીત ‘ફિર લે આયા દિલ’ માં જ્યારે શ્રુતિ,
બરફી અને જીલમીલ ફરવા નીકળે છે, ત્યાં કોલકત્તાની ટ્રામ જે રસ્તેથી પસાર થતી હોય છે
ત્યાં પાછળ એલ.જી. કંપનીનાં શો-રૂમનું બોર્ડ પસાર થાય છે, બી.એસ.એન.એલ. નું બોર્ડ પણ
દેખાય છે.
લોચો નં. ૦૩. જ્યારે જીલમીલ ખોવાઇ જાય છે તેને શોધતા શોધતા બરફી
હાવરા બ્રિજની સામેની કોઇ એક જગ્યાએ દોડતો આવે છે, ત્યાં એક જગ્યાએ કોલકત્તા મ્યુનિસીપલનું
બોર્ડ દેખાય છે. હવે ફિલ્મ બની છે ૧૯૭૦ની પૃષ્ઠ ભૂમિમાં અને કલકત્તાનું કોલકોતા ૨૦૦૧માં
થયું. તો બોર્ડ ૧૯૭૦નાં દસકામાં ક્યાં આવ્યું?
લોચો નં. ૦૪. આ ફિલ્મનાં ઘણા બધા સીન્સ ચાર્લી ચેલ્પિનની ૧૯૧૭માં આવેલી 'ધ એડવેન્ચર' અને ૧૯૩૧માં આવેલી 'સીટી લાઇટ્સ' ફિલ્મોમાંથી લેવામાં આવ્યા છે. સ્ક્રિન પ્લે રાઇટર અને સ્ક્રિપ રાઇટરે બીજી પણ બે ત્રણ ફિલ્મો માંથી પણ સીન્સ લીધા છે. હવે આને તડફંચી કહેવી કે સીધી ઉઠાંતરી કહેવી કે જેમ અંગ્રેજીમેં કહેતે હૈ કી....'ઇન્સ્પરેશન' કે પ્રેરણા લેવી. તે મારા વાચકરાજા જ નક્કી કરે.
હાં ! એક ખુલાસો જરૂર આપીશ, કે નિર્દેશક અનુરાગ બસુ એ આ વાતને એ રીતે જ્સ્ટીફાય કરી છે કે ફિલ્મો તો ત્યારે પણ બનતી ૧૯૨૦, ૩૦ નાં સમયગાળાની વાત છે. કે ફિલ્મો તો ત્યારે પણ બનતી અને લોકો મનોરંજન મેળવતા. ત્યારે મુક ફિલ્મો બનતી અને હવે ડાયલોગ સંભળાય છે ફિલ્મોમાં. તો પણ ત્યારે માત્ર અને માત્ર અભિનયનાં જોરે જ કલાકારો દર્શકોને હસાવતાં, રડાવતાં. માત્ર અને માત્ર અભિનયનું જ માધ્યમ રહેતું. જ્યારે બરફી પણ એક મુક પાત્રની આસપાસ ગુંથાયેલી કહાની હોય અમે આ માધ્યમ પસંદ કર્યું.
લોચો નં. ૦૫. મિત્રો, આ ફિલ્મનાં ઘણાં સીન ઇન્ટરનેશનલ ફિલ્મમાંથી લેવામાં આવ્યા છે, જેને ફિલ્મી ભાષામાં આપણે Inspired થયેલા જ કહીશું. અહીં એક યુ-ટ્યુબ વિડીયો મુક્યો છે. જેમાં બધું જ આવી જાય છે.
લેખની શરૂઆત આ ફિલ્મનાં
તમામ કલાકાર કસબીઓનાં નામો લેખકે તમારી અનુકૂળતા માટે
આપેલાં જ છે. તો મિત્રો ‘બરફી’
જો જો ‘જ’. આ એક પ્રેમભર્યો આગ્રહ સમજજો.
Nice Description of Scenes.
ReplyDeleteThank you dear.
DeleteSuperb articles.
ReplyDeleteThanks dear reader. Keep reading keep posting.
Deleteતમે લખેલા તમામ સીન્સ મારા પણ ફેવરીટ છે.
ReplyDeleteપુરી ફિલ્મ જ મારી તો ફેવરીટ છે પણ તેમાનાં આટલા સીન્સ વધુ. આભાર...!
Deleteતમામ દ્રશ્યોનું સરસ વર્ણન કર્યું છે. હકીકતે એમ કહી શકાય કે અનુરાગ બસુ જે કહેવા માંગતા હતાં તે તમે બરાબર સમજ્યા છો.
ReplyDeleteએમ હું તો ન કહી શકું, કારણ કે એક સર્જકનાં મનને માપવું ખુબ અઘરૂં છે. પણ હાં હું જે સમ્જ્યો તે તમારી સહુ સાથે વહેંચ્યું એમ કહી શકું. અને આ તો વાત કરી છે, વર્ણન તો શાહબુદ્દિન રાઠોડનાં 'મધુકરનાં શયનખંડ' નું જે વર્ણન છે તે કહી શકાય. મેં તો મારા મનનાં સંવેગો અને અનુભવો તમારી સાથે શેર કર્યા. ખુબ ખુબ આભાર, રાજેશભાઇ.
Deleteવાંચતા રહેજો અને આમ જ પ્રોત્સાહિત કરતાં રહેજો.
તમારી દ્રષ્ટીએ આ ફિલ્મ ‘ફરીવાર’ જોવાની વધુ મજા આવી.
ReplyDeleteઅરે વાહ! તમે તો મને મોટો માણસ કરી દીધો. છતાં તમારા પ્રોત્સાહિત શબ્દો બદલ આ બંદો તમારો હ્રદયથી આભાર માને છે.
DeleteReally Superb. Actually I had saw this movie twice but all that time sometime I become confused that what he or she wants to convey? But you got it! Congratulation my friend for that. You pick the soul of this movie.
ReplyDeleteThank you Mr. Gandhi. You always appreciate me. It means a lot for me. Yes! First when even I had saw the movie, some of scenes are become flying from my head. So I had watched it again and again to understand. Actually when I had faced this difficulty, this is the main reason to write about Barfi! for me.
Deletebecause i was sure, that so many times the viewer are not understood the language, or the emotions behind the scenes. So this is the main reason.
Anyway Keep reading and keep appreciate.
બરફી લેખમાળા પુરી સરસ રહી. તમારી વાર્તા કહેવાની રીત સરસ છે. ભવિષ્યમાં નવલકથા, નવલિકા કે પછી લધુનવલ પર હાથ અજમાવો એવી ઇ્ચ્છા.
ReplyDeleteખુબ ખુબ આભાર મહેન્દ્રભાઇ! વાયદો નથી કરતો પણ હાં દિલથી કોશિશ કરીશ એટલો વાયદો જરૂર કરીશ.
Deleteબરફી ફિલ્મને પુરેપુરો ન્યાય આપ્યો. સાથોસાથ પુરી માહિતી પણ પીરસી. મહેનત કરી છે તમે દોસ્ત. અભિનંદન અને આભાર.
ReplyDeleteમારા વાચકો માટેની આ મહેનત હતી. અને હવે એવું લાગે છે કે પુરેપુરી લેખે લાગી. તમે સૌએ વાંચી, પસંદ કરી અને ઢગલાબંધ કોમેન્ટસ મોકલી એ, એ જ સુચવે છે કે મારી મહેનત એળે નથી ગઇ.
Deleteથેંક્યુ...
You have well judge entire film. As well some of loopholes too. That is call ‘guff’ in cinematic word.
ReplyDeleteYaah! that is I know. But I want to make the word, quite familiar. So I had used 'locha' instead of 'guff'. I am not judge. I m just a filmi fond kind of person. As I wrote in my profile too.
DeleteBut Thanks for the appreciation.
Ranbir is really great actor along with youth icon too. In other side priyanka has proven his identity that miss world can act! Ileana is fantastic with graceful look. She is having even ‘buffo’ hair style in one scene too.
ReplyDeleteRanbir is superb in barfi! This film will be one of the finest performance oriented film in his entire career, and for rest of two leading ladies too.
DeleteYou caught absolute! Ileana having buffo in just one scene only.
Thanks for watch the movie like very sharp eye.
My dear reader Upadhyay madem, thanks a lot, and don't forget to post your comments, OK!
I was thought after saw the movie. Is Barfi! totally real? But you caught them red handed. Is there any inspiration? But I must say that the director is inspired, so many times in so many scenes.
ReplyDeleteThis is not about to catch anybody red handed. This series of Barfi! to convey my thoughts and my emotions toward my reader, about this film.
DeleteNo reply of our comment?
ReplyDeleteSorry dear Madhav. Lack of time, I was not able to open my blog. So.... But here is I m. Please forget me. keep reading keep posting, ok dear!
Deleteતમારી જેટલી ચીવટથી અને ઝીણી આંખે તો ખુદ અનુરાગ બસુએ પણ આ નહીં જોયું હોય.
ReplyDeleteએણે જોયું ક્યાંથી હોય, એણે જ તો બનાવ્યું છે. આ બરફી ની ઉપજ એનાં દિમાગની જ છે ને! પણ હાં! આટલી સરસ અને લાગણીસભર ફિલ્મ આપવા બદલ આપણે સૌ એ અનુરાગ બસુની પીઠ થાબડવી જોઇએ. ખુબ હિમ્મત જોઇએ દોસ્ત! આવા સમયે આવી ફિલ્મ બનાવવા માટે.
Deleteયાર! આ લોચા પ્રકરણમાં ડાયરેક્ટરને તમે બરાબરનાં પકડ્યા. જેને સીધી ઉઠાંતરી કરી કહેવાય એવું છે આ તો. ભલે ફિલ્મ સારી બનાવી પણ હાં! લોચા તો માર્યા જ છે.
ReplyDeleteઇશાનભાઇ! લોચા એટલે, ધ્યાનબારૂ રહી ગયું છે. જે મારા ધ્યાનમાં આવી ગયું.
Deleteતમે તો રીવ્યુઅરની બદલે ક્લિયરવ્યુઅર નીકળ્યા. ફિલ્મ વખાણી પણ અને છેલ્લે ભૂલો પણ પકડી, માસ્તર!
ReplyDeleteહાં! ડૉ. સાહેબ, કારણ કે મેં ફિલ્મ બે નહીં પણ ચાર આંખે જોઇ છે. બે ભગવાને આપેલી, ફેક્ટરી મેઇડ. અને બે આંખનાં ડોકટરે કાઢી આપી ને કહ્યું કે બહુ ઝીણું ઝીણું જુઓ છો તો એટલે આંખે નંબર આવી ગયા.
Deleteએક આગ્રહ અમે પન કરીએ. જવાબ આપો પછી કહું!
ReplyDeleteહુકમ કરો પંડ્યાજી... મારા વાચકો નો આગ્રહ અને હ્ઠાગ્રહ બંને મંજુર છે મને. બિન્દાસ કહો.
DeleteYou can even write in episode wise. You should focus on this ability and start some novel and something that kind of.
ReplyDeleteજરૂર કોશીશ કરીશ ઉષાજી!
Deleteતમે કોઇ ફિલ્મ વિશે લખો, જેમકે તમારો આ અગાઉનો ફિલ્મનો લેખ ‘આશિકી ૨’ ખુબ લાંબો થઇ ગયો.
ReplyDeleteઘણીવાર વાંચતા કંટાળો આવે એટલા લાંબા લાંબા લેખો લખો એના બદલે આવી લેખમાળા અને નાના
લેખ લખવાનાં હો તો આપણી દોસ્તી બની રહે. બાકી ફેસબુકની જેમ લાઇક કરીને આગળ વધવાનું!
સાચુ કહુ ને તો આટલું લાંબુ વાંચવાનો કંટાળો પન ચડે. પણ માહિતી પુરી હોય એટલે પુરેપુરો વાંચે જ
અમારો તો છૂટકો થાય.
હવે આ જ બરફી નાં લેખનો દાખલો લો. આટલો લાં…બો લેખ તમે એકવારમાં લખ્યો ભલે પણ
અમે વાંચત નહીં. સાચુ કહુ છું. આ રીતે લાંબા લાંબા લેખને ટુકડે ટુકડે આપો. અમને પણ મજા આવશે
વાંચવાને અને તમારી મહેનત પણ એળે નહીં જાય. આભાર…!
Will Try my dear. તમારી વાત છે તો સાચી. પણ દોસ્ત એમાં પાછું એ પણ છે કે મારાથી લેખ લાંબો થવાનું મુખ્ય કારણ હોય તો એ છે કે મારે તમને સૌને ૧૦૦% માહિતી આપવી હોય. મારો પુરેપુરો અનુભવ તમારી સહુ સાથે વહેંચવો હોય, પછી શબ્દોનો એવો ધોધ છુટે કે મારાથી એ રોકી શકાતો નથી. અને આ 'વિચારોનું મેઘધનુષ્ય' એની પુરી આભા સાથે ખીલી ઉઠે. છતાંય તમારો અભિપ્રાય સર આંખો પર.
Deleteતમારા હવે પછીનાં ફિલ્મ બેઝ્ડ આર્ટીકલનો ઇંતઝાર રહેશે ત્યારે. જોઇએ તમે કેટલા વચનબધ્ધ છો. ઓલ ધ બેસ્ટ ડીયર રાઇટર.
DeleteWhat happen Mr. Writer? Why this filter become activate quite suddenly? Is there anything happen unusual with you n any comment? We didn't find anything, so asking you. Please tell us.
ReplyDeleteNothing special. Somewhere I had read some of very vile kinds of comments. I dont want to face that kind of language. They used very mean language to write. So... I will publish all comments, whether it for encouragement or to pull my legs. But not that type of only. So this facility become activate now.
DeleteYou are free to say me anything, make comment anything. But with gentle language.
સાચી વાત છે સોમ્ય પંડ્યાની. તમે લેખમાળા રાખો. જામશે.
ReplyDeleteજે લખો તે પણ સારૂં લખો અને ગમે એવું લખો
ReplyDelete